કોરોના કાળમાં જહાજ કટીંગ ઉદ્યોગ ધીમો પડયો, 12 માસમાં 187 શિપ અલંગ દરિયાકાંઠે લાંગર્યા

કોરોના કાળમાં જહાજ કટીંગ ઉદ્યોગ ધીમો પડયો, 12 માસમાં 187 શિપ અલંગ દરિયાકાંઠે લાંગર્યા


- ગત વર્ષની તુલનામાં ૧૫ શિપની ઘટ, જહાજનો આંકડો ૨૦૦ પણ ન પહોંચ્યો

ભાવનગર

વિશ્વ વિખ્યાત અલંગ જહાજવાડામાં કોરોના કાળને કારણે જહાજ કટીંગનો ઉદ્યોગ ધીમો પડી ગયો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં મંદીના ડાખલા વાગતા ૧૨ માસમાં ૧૮૭ શિપ જ અલંગ દરિયાકાંઠે લાંગર્યા હતા. જેમાં ગત વર્ષની તુલનામાં ૧૫ જહાજની ઘટ નોંધાઈ છે.

ગત નાણાંકીય વર્ષ દરમિયાન અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડ ખાતે આઈએનએસ વિરાટ, લક્ઝરીયસ ક્રૂઝ જહાજ વગેરે આખરી સફરે આવ્યા હતા. જેના કારણે અલંગ જહાજવાડાની દેશ સાથે વિશ્વ ફલક પર અલગ જ ઓળખ ઉભી થઈ છે. તેમ છતાં જહાજોની આવકમાં ઓટ વર્તાઈ હોય તેમ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાનમાં માત્ર ૧૮૭ જહાજ અલંગ આવ્યા હતા. તેમાં પણ છેલ્લા બે માસ મંદીના રહ્યા હોય, ફેબુ્રઆરીમાં ૧૨ અને માર્ચ માસમાં ૧૦ જહાજની આવક જ નોંધાઈ છે. આ વર્ષે કટીંગ માટે આવતા જહાજનો આંકડો ૨૦૦ પણ પહોંચી શક્યો ન હોય, શિપબ્રેકરોની ચિંતા વધારી છે. કોરોનાની મહામારી અને હરીફ પાડોશી દેશ બાંગ્લાદેશ-પાકિસ્તાનની ઉંચા ભાવે જહાજ ખરીદની રણનીતિની અસર અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગ ઉપર પડયો છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષમાં ૨૦૨ શિપ અલંગ ખાતે પહોંચ્યા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sLmirl

0 Response to "કોરોના કાળમાં જહાજ કટીંગ ઉદ્યોગ ધીમો પડયો, 12 માસમાં 187 શિપ અલંગ દરિયાકાંઠે લાંગર્યા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel