ઘોઘામાં માર્કેટીંગ યાર્ડ શરૂ થાય તો 50 ગામના ખેડૂતોને રાહત

ઘોઘામાં માર્કેટીંગ યાર્ડ શરૂ થાય તો 50 ગામના ખેડૂતોને રાહત


ભાવનગર

ભાવનગર તળાજા યાર્ડની જેમ ૫૦ ગામો ધરાવતા ઘોઘા તાલુકામાં માર્કેટીંગ યાર્ડના અભાવે ખેડૂતોને ઉપજ વેચવા નાણાં અને સમયનો વેડફાટ કરવો પડી રહ્યો છે જેથી ઘોઘા તાલુકામાં જ યાર્ડ કાર્યરત કરવા માગણી ઉઠવા પામી છે.

ઘોઘા તાલુકો મુખ્યત્વે ખેતી પર આધારિત હોય અહીં ખેડૂતો અનેક પ્રકારના પાકો લે છે. આ વિસ્તારમાં કપાસ, મગફળી, દરેક ખાદ્ય અનાજ, કઠોળ અને શાકભાજીનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ઘોઘા તાલુકાના ખેડૂતોએ વેચાણ માટે છેક ભાવનગર અને તળાજા યાર્ડમાં જવું પડે છે. જે ૪૦ કિમી. કરતા વધારે થાય છે, જે ખેડૂતોને ભાડાની દ્રષ્ટિએ અને સમયનો પણ ખોટો બગાડ થાય છે એટલે મોંઘુ પડે છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમા બીજા પણ ઘણા તાલુકા જોડાયેલ હોવાથી ત્યાં વેચાણ માટે ખેડૂતોની ભીડ પણ રહે છે જેથી ખેડૂતોને આખો દિવસ પસાર થઈ જતો હોય છે, જ્યારે રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળી, ચણા, કપાસની ખરીદી કરે છે ત્યારે ઘોઘા તાલુકાના ખેડૂતોને પોતાની ચીજવસ્તુઓ ક્યાં યાર્ડમાં લઈને જવી એ પણ ખ્યાલ નથી હોતો કેમ કે ક્યારેક તળાજા યાર્ડમાં તો ક્યારેક ભાવનગર યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી થતી હોય છે.  

આઝાદી પછી પ્રથમ વખત ઘોઘા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારે મોટી આશા રાખીને અહીંના ખેડૂતો બેઠા છે અને દરેક ખેડૂતોની પ્રથમ માંગણી ઘોઘા તાલુકામાં નવું યાર્ડ ચાલુ થાય એજ છે. ઘોઘા તાલુકા ને માર્કેટીંગ યાર્ડની ફાળવણી કરવામાં આવે તો ઘોઘા તાલુકાના ૫૦ ગામડાઓને લાભ થઈ શકે તેમ છે અને સાથે ખેડૂતો વધુ પગભર થઈ શકે તેમ છે. જે બાબતે મયુરસિંહ ગોહિલે રજૂઆત કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rGzqNm

0 Response to "ઘોઘામાં માર્કેટીંગ યાર્ડ શરૂ થાય તો 50 ગામના ખેડૂતોને રાહત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel