કચ્છમાં નર્મદાના વધારાના નીર માટે ખેડુતોની જલદ વિરોધની તૈયારી
ભુજ
કચ્છમાં નર્મદાના વધારાના પાણીના કામો માટે સૈધ્ધાંતિક મંજુરી આપવા અને જરૂરી રકમ ફાળવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને ૩૧ માર્ચ સુધીની મહેતલ અપાઈ હતી. જેમાં કોઈ સકારાત્મક પ્રતિસાદ ન સાંપડતા કિસાનો જલદ વિરોધ કરવાની તૈયારી આરંભી છે.
ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગણીઓ મુકવામાં આવી હતી. આમછતાં સરકારના પેટનું પાણી હલ્યું નથી. જેથી માનકુવા પાસે આવેલા વિચેશ્વર મંદિર ખાતે વિશેષ કારોબારી યોજાઈ હતી. જિલ્લા પ્રમુખ શિવજી બરાડિયાના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં જિલ્લા અને તાલુકા કારોબારીના સભ્યોએ સરકાર દ્વારા નર્મદા મુદે દાખવાઈ રહેલા વલણ સામે રોષ વ્યકત કર્યો હતો. વધારાના પાણી માટે અવારનવાર રજુઆતો કરવાછતાં કચ્છ પ્રત્યે ઓરમાયું વર્તન થઈ રહ્યું હોય તેમ આખરી મહેતલ બાદ પણ સકારાત્મક પગલા ભરાયા નથી. જેથી આગામી સમયમાં જલદ કાર્યક્રમો આપવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. વિરોધ પ્રદર્શનમાં દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે તેવી તાલુકા પ્રમુખોએ બાંહેધરી આપી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ucAF8w
0 Response to "કચ્છમાં નર્મદાના વધારાના નીર માટે ખેડુતોની જલદ વિરોધની તૈયારી"
Post a Comment