ગુલાબી ધોમડોઃ ભયંકર અપરાધને છાવરીને મોતનો આંકડો ઓછો બતાવવાનું કારણ શું?
- રોડની કામગીરીમાં સ્થાનિક કંપની અને આગેવાનોએ હજારો બચ્ચા-ઈંડાનો સત્યાનાશવાળી રીતસરનો કચ્ચરઘાણ વાળી દીધો
હાલમાં ચાલી રહેલા ખાવડા પાસે ઘડુલી-સાંતલપુર રોડની કામગીરી વખતે કંપની અને કાઢવાંઢના સરપંચ સહિતના વ્યકિતઓની મિલીભગતના કારણે ગુલાબી ઘોમડો નામના પક્ષીની આખેઆખી વસાહત જેમાં હજારો બચ્ચા-ઈંડાનો સત્યાનાશવાળી રીતસરનો કચ્ચરઘાણવાળી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર કૃત્યમાં વન વિભાગ દ્વારા આરોપીઓને છાવરવામાં આવ્યા છે અને આ અધમ કૃત્ય ઉપર ઢાંક પીછોડો કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં ઉચ્ચ સ્તરેથી તપાસ થાય તો ગેર વહીવટ બહાર આવે તેમ છે.
પ્રારંભમાં એક પક્ષી વિદ દ્વારા ૫૦૦૦ ઈંડા અને ૫૦૦૦ પક્ષીના બચ્ચા મોતને ભેટયા હોવાની વિગતો જાહેર કરવામાં આવી હતી પરંતુ બીજા દિવસે જંગલ ખાતાના આરએફઓ ભરવાડ સાથે વિઝીટમાં નિરીક્ષણ કરાવાયુ હતુ. અને ફોટો સહિતની વિગતવાર માહીતી લઈ સમગ્ર ઘટના સમજાવાઈ. પછી વન વિભાગના આ અધિકારી દ્વારા કંપનીના મેનેજરનું પણ નિવેદન નોંધ્યુ હતુ. પરંતુ તે નિવેદનમાં કયાંય ૧૨ પક્ષીના મોત કે માત્ર ૩ ઈંડાના નાશ આવો ઉલ્લેખ ન હતો. તો પાછળથી આ કેવી રીતે ઉમેરાયુ? તે જ દિવસે આ અધિકારી પોતાના અન્ય અધિકારીઓ સાથે તે નિવેદનમાં લાગતા વળગતાના ઘરે જઈને સહી પણ કરાવી હતી.
ખુદ ડીસીએફ હર્ષ ઠકકરે જણાવ્યુ હતુ કે, આ કંપનીના માણસોએ હાણ લગાડીને પક્ષીના માળામાંથી અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. તો બીજીતરફ, નિવેદનમાં માત્ર ૩ ઈંડા અને ૧૨ બચ્ચા નોંધી આ કરૂણ અને ભયંકર અપરાધને છાવરીને મોતનો આંકડો ઓછો બતાવવાનો કારણ શું?
ભારતીય સંસ્કૃતિ મુજબ ' અતિથિ દેવો ભવ :' ની સંસ્કૃતિ છે ત્યારે પાકિસ્તાનના મકરાન ટાપુ ઉપર પ્રજનન કરતા આ યુરોપીય પક્ષી જયારે પ્રથમ વખત ભારતમાં અને ભારતના કચ્છમાં મહેમાન બન્યા અને તે પક્ષી ગુલાબી ધોમડોની આખી વસાહત જે એક વર્ષની નવી જનરેશન બરબાદ કરનારને અને એને છાવરીને આ અધમ કૃત્યને ઓછુ બતાવનારને સજા થાય તે જરૂરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rIxynd
0 Response to "ગુલાબી ધોમડોઃ ભયંકર અપરાધને છાવરીને મોતનો આંકડો ઓછો બતાવવાનું કારણ શું?"
Post a Comment