કોવીડમાં વપરાતી રેમડીસીવીર નામના ઈન્જેકશનની કચ્છમાં થતી કાળાબજારી

કોવીડમાં વપરાતી રેમડીસીવીર નામના ઈન્જેકશનની કચ્છમાં થતી કાળાબજારી


- જાગૃત નાગરિક અધિકાર મંચ દ્વારા કલેકટરને સક્રીય બનીને તપાસ કરાવવા કરાઈ માંગણી

- હોલસેલમાં રૂ.૨૫૦૦ના ઈન્જેકશન બજારમાં અછતના નામે રૂ.૫૫૦૦ થી ૮૦૦૦માં વેચાઈ રહ્યા છે 

ભુજ


છેલ્લા એક વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજીતરફ કેટલાક લોકોએ સારવારને ધંધો બનાવીને દર્દીઓની લુંટ ચાલુ કરી છે. એક તરફ કોરોના વોરીયર્સ દિવસ-રાત જોયા વગર નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે ત્યારે ભુજ અને કચ્છમાં કોરોનાનો ફાયદો ઉઠાવીને  મહત્વના રેમડીસીવીર ઈન્જેકશનની કાળાબજારી કરીને લુંટ મચાવી છે. આ અંગે જાગૃત નાગરિક અધિકાર મંચ દ્વારા કલેકટરને તપાસ કરીને આ તત્વો સામે કાયદેસરના પગલા ભરવા માંગ કરી છે.

 આ અંગે મંચે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓમાંથી ઘણાના બ્લડના કાઉન્ટ તથા ઓક્સિજન લેવલ વધારવા માટે રેમડીસીવીર ઈન્જેકશનના ૬ ડોઝ આપવાના હોય છે. હાલ આ ઈન્જેકશનની સમગ્ર કચ્છમાં અછત છે,ઉપરાંત જી.કે જનરલમાં પણ અછત છે. તેવા સમયમાં આ ઈન્જેકશનની મોટાપાયે કાળાબજારી થઈ રહી છે. અગાઉ રીટેઈલ મેડીકલ શોપમાં ઈન્જેકશનના વેંચાણ માટે ઘણા નીયમો હતા. પરંતુ છેલ્લા ૩ થી ૪ માસથી આ નિયમોનું પાલન થતું નથી, અધુરામાં પુરૂ તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા પણ તેની તપાસ કે ચેકીંગ કરાતું ન હોવાથી મેડીકલ સ્ટોરના સંચાલકોને ખુલ્લુ મેદાન મળી ગયું છે.


આ અંગે મંચે ઉમેર્યું હતું કે, ડમી ગ્રાહક બનીને જ્યારે મેડીકલ સ્ટોર પર આ ઈન્જેકશન ખરીદવા ગયા તો પહેલા તો મેડીકલ સ્ટોરવાળા અછત છે , માલ આવતો નથી . પરંતુ પાછળથી દબાતા સ્વરે જણાવ્યું કે, મળી તો જશે પરંતુ ભાવ વધુ થાશે ! આ અંગે જ્યારે હોલસેલ ભાવની તપાસ કરાઈ તો ખબર પડી કે રીટેઈલ મેડીકલ સ્ટોરવાળા કઈ રીતે દર્દીઓને ખંખેરી રહ્યા છે. તપાસમાં જણાયું હતું કે,હોલસેલમાં ઈન્જેકશનના ભાવ રૂ. ૨૫૦૦ થી ૩૦૦૦ છે. પરંતુ બજારમાં મેડીકલ સ્ટોર અછતના નામે ફીલ્મ ચલાવીને તેનો ફાયદો ઉઠાવીને રૂ. ૫૫૦૦ થી ૮૦૦૦માં ધુમ વેચાણ કરી રહ્યા છે. હાલે કોરોના વકર્યો છે ત્યારે ગંભીર પરિસ્થતીમાં મુકાયેલા દર્દીઓ જીવ બચાવવા ફરજિયાત આ ઈન્જેકશન ખરીદે છે. પરંતુ આ સમયે માનવતા દર્શાવવાના બદલે મેડીકલ સ્ટોરના સંચાલકો માનવતા નેવે મુકીને પૈસાદાર થવાનો કિમીયો અપનાવ્યો છે. અમુક મેડીકલ સ્ટોરવાળા તો નાણા ખંખેરવામાં જ માનતા હોવાનું જણાયું હતું. 

કલેકટર સમિતીની રચના કરી કાયદાનો કરોડો વીંઝે

 મંચ દ્વારા માંગણી કરાઈ છે કે, કચ્છ કલેકટર સક્રીય બનીને એક સમિતિની રચના કરીને કચ્છના મેડિકલ સ્ટોર પર આ બાબતે યોગ્ય તપાસ કરે. જે પણ કાળાબજારીમાં સંડોવાયેલા હોય તેના લાઈસન્સ રદ કરીને તેની સામે કાયદાકીય પગલા ભરવામાં આવે. આરોગ્ય વિભાગના નિષ્ક્રિય અધિકારીઓ સામે પણ તપાસ કરીને પગલા ભરાય. જેથી કોરોના પોઝિટિવ દર્દીઓ છેતરાતા બચી શકે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39zRUbT

0 Response to "કોવીડમાં વપરાતી રેમડીસીવીર નામના ઈન્જેકશનની કચ્છમાં થતી કાળાબજારી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel