ઘઉંના પાકમાં ખર્ચ સામે ભાવ ન મળતા ધરતીપુત્રો થયા નિરાશ

ઘઉંના પાકમાં ખર્ચ સામે ભાવ ન મળતા ધરતીપુત્રો થયા નિરાશ


આણંદપર(યક્ષ)

હાલે ઘઉં હોય કે અન્ય પાક ખેડુતોને જોઈએ તેવા ભાવ મળતા ન હોવાથી નિરાશ કિસાન રોકડીયા પાક અથવા બાગાયત તરફ વળી રહ્યા છે. નખત્રાણા પંથકમાં પણ આવું થઈ રહ્યું છે. અગાઉના વર્ષો કરતા અનેક કિસાનોએ પાકબદલી કરી નાખી છે. આ વખતે પણ ઘઉંના ખર્ચ સામે સારાભાવ ન ઉપજતા ખેડુતો નિરાશ થયા છે. 

આ બાબતે મોરગર, આણંદપર, પલીવાડ, સાંયરા, દેવપર, વિથોણ, જીયાપર, મંગવાણા, કુરબઈ સહિતના ગામના ખેડૂતો પોતાની હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, ઘઉંનું વાવેતર કરીએ ત્યારે ભાવ ૨૬ થી ૩૨ હોય છે જ્યારે પાક તૈયાર થઈને ખરામાં આવે છે ત્યારે પ્રતિકિલો રૂ.૧૭ કે ૧૯ ભાવ થઈ જાય છે. વેપારીઓ સસ્તામાં ખરીદીને બજારમાં ૨૦ થી ૨૨ના ભાવે વેચે છે. આમ, ખર્ચની સામે નફો ઓછો થતો હોવાથી હાલે કિસાન રોકડીયા પાક અથવા દાડમ, પપૈયા,કેળા, બોર  કે શાકભાજીના વાવેતર તરફ વળ્યા છે. કિસાનોએ ઉમેર્યું હતુંક., એક એકરે ૧૫ હજારથી વધારે ખર્ચ ઘઉંના પાકમાં આવે છે. જેની સામે ૩૦ થી ૩૫ મણનો ઉતારો આવે છે. જો વાતાવરણ અને જમીન સારી હોય તો ૪૦ થી ૪૫ મણ થાય છે. પરંતુ દિવસે દિવસે મજુરી, ખાતર, લાઈટ વગેરેનો ખર્ચ વધતો જતાં નફો ઘટી ગયો છે. જેથી કિસાનોને આ વર્ષે પણ નિરાશ થવાનો વારો આવ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mohFkZ

0 Response to "ઘઉંના પાકમાં ખર્ચ સામે ભાવ ન મળતા ધરતીપુત્રો થયા નિરાશ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel