વિરમગામમાં ભાડાના રૂપિયા બાબતે બોલાચાલી બાદ મારામારી થઇ
વિરમગામ : અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારમાં નજીવી બાબતે મારામારીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વિરમગામ શહેરમાં ભાડાના રૂપિયા બાબતે બોલાચાલી બાદ શરીરે મુઢ માર મારી જાનથી મારી નાખવાની ૪ શખ્શો સામે ફરિયાદ નોધાવતા વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ ચલાવી રહેલ છે
આ અંગે પોલીસસૂત્રો તરફથી મળતી માહિતી મુજબ દાદુફોરમેનની ચાલી સેતવાડ ખાતે રહેતા ફરીયાદી શહેનાઝબાનુ મહેબુબભાઈ શેખના દિકરા સમીરની પત્નીનું કરીયાવરનો સામાન અમદાવાદથી વિરમગામ લાવવા માટે માલની હેરફેર કરતા નાસીરભાઈને જણાવ્યુ હતુ અને એડવાન્સમાં ભાડાપેટે રૂા. ૨૦૦ આપેલ હતા છતા કરીયાવરનો સામાન લાવતા ન હતા જેથી એડવાન્સ આપેલ રૂપિયા પાછા આપવાનું કહેતા આરોપી (૧) નાસી સીપાઈ (૨) મોસીન શેખ (૩) મકબુલશેખ (૪) મકસુદ શેખ એક સંપ થઇ ગડદા પાટુનો માર મારેલ ફરીયાદીના પતિને મોઢાના ભાગે અને આંખના ભાગે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે અંગેની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પતિ મહેબુબભાઈને આંખની સારવાર અર્થે અમદાવાદ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39zM2PR
0 Response to "વિરમગામમાં ભાડાના રૂપિયા બાબતે બોલાચાલી બાદ મારામારી થઇ"
Post a Comment