વિરમગામ શહેરમાં સ્થાનિક તંત્રના વાંકે ટ્રાફિક જામની સમસ્યાએ ભરડો લીધો
વિરમગામ : વિરમગામ શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફીકની સમસ્યા વકરી રહી છે આ ટ્રાફીકની સમસ્યાથી વિધાથીઓ રાહદારીઓ અને વાહન ચાલકો ત્રાહીમાહ પોકારી ગયા છે શહેનરા મુખ્ય માર્ગ સહિત અનેક વિસ્તારોમાં અવાર-નવાર ટ્રાફીક જામના દ્રશયો સર્જાય છે.
વિરમગામ શહેરના મુખ્યમાર્ગ ગોલવાડી દરવાજા ટાવર રોડ ગોલવાડી દરવાજાથી ભરવાડી દરવાજા ગોળપીઠા અક્ષર નગર માંડલરોડ સહિતના વિસ્તારોમાં અવાર નવાર ટ્રાફીકની ગંભીર સમસ્ય સર્જાય છે ટ્રાફીક જામની સમસ્યા નિવારવા પોલીસતંત્ર તાત્કાલીક પગલા ભરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.
ગોલવાડી દરવાજાથી ભરવાડી દરવાજા સુધીના રસ્તાની બન્ને સાઇડ ઉપર શાકભાજી લારીઓ ફ્રૂટની લારીઓ પાથરણાવાળા રીક્ષા ચાલકો કારણે ટ્રાફીની સમસ્યા રોજબરોજ સર્જાય છે ગોલવાડી દરવાજાથી ટાવરરોડનું શહેરમુખ્યહાર્દ સમાન રોડ છે આ રોડની બન્ને સાઇડ રાહદારીઓને ચાલવાની ફૂટપાથ બનાવી હતી પરંતુ લારી પાથરણાવાળા દુકાનદારો પોતાનો દુકાનનો માલ સામાન ફૂટપાથ ઉપર મુકી દેછે જેના કારણે રાહદારીઓને ફરજીયાત રોડ ઉપર ચાલવુ પડે છે શહેર મુખ્ય માર્ગ ખૂબ જ સાંકળો છે રોડની બન્ને સાઇડ ફૂટપાથ છે ફૂટપાથની ાગળ દુકાનમાં ખરીદી માટે આવતા ગ્રાહકો પોતાના ટુ વ્હીલર રોડ ઉપર મુકી ખરીદી માટે જતા ટ્રાફીકની સમસ્યા વધુ સર્જાય છે.
ગોલવાડી દરવાજાથી ભરવાડી દરવાજા અને અક્ષરનગર માંડલ રોડ ઉપર નગરપાલીકાની જમીનમાં ગેરકાયદેસર ભાડા વસુલ થાય છે વાહનચાલકો પણ આડેધડ પાર્કીગ કરવાના બદલ ટ્રાફીકના નિયમોનુ પાલન કરે અને ટ્રાફીકની સમસ્યા નિવારવા સહભાગી બને તે જરૂરી છે ટ્રાફીકની સમસ્યા નિવારવા પોલીસ શું કાર્યવાહી કરે તે જોવાનુ રહ્યુ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dAwBIK
0 Response to "વિરમગામ શહેરમાં સ્થાનિક તંત્રના વાંકે ટ્રાફિક જામની સમસ્યાએ ભરડો લીધો"
Post a Comment