વઢવાણમાં એસટી બસમાં ખામી સર્જાતા દુકાનમાં ઘુસતા રહી ગઈ

વઢવાણમાં એસટી બસમાં ખામી સર્જાતા દુકાનમાં ઘુસતા રહી ગઈ


સુરેન્દ્રનગર : રાજ્ય સરકાર દ્વારા એસટી બસમાં સલામત સવારીની વાતો કરવામાં આવે છે અને લોકોને ખાનગી વાહનોને બદલે એસટી બસમાં મુસાફરી કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ શહેરી વિસ્તારમાં અચાનક એસટી બસના સ્ટેરીંગમાં ખામી સર્જાતા બસ દુકાનમાં ધુસતાં ધુસતા રહી ગઈ હતી અને મોટી જાનહાની થતાં અટક હતી.

સુરેન્દ્રનગર-લીંબડી રૂટની એસટી બસ મુસાફરોને લઈ જઈ રહી હતી તે દરમ્યાન વઢવાણ શીયાણીપોળ ભરચક વિસ્તારમાં સાંજના સમયે અચાનક ચાલુ બસે એસટી બસના સ્ટેરીંગમાં ખામી સર્જાતા ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથધર્યા હતાં પરંતુ સ્ટેરીંગ પર કાબુ ન રહેતાં વઢવાણ શીયાણી પોળ વિસ્તારમાં આવેલ એક દુકાનમાં બસ ધુસતા ધુસતા રહી જતાં દુકાનદાર સહિત આસપાસના વેપારીઓ અને લોકોમાં દોડધામ મચી જવા પામી હતી સદ્દનસીબે મોટી દુરધટના સર્જાતા રહી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા એક તરફ સલામત સવારી એસટી અમારીની વાતો કરવામાં આવે છે અને મુસાફરોને ખાનગી વાહનોને બદલે એસટી બસમાં મુસાફરી કરવાનું આહવાન કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ સ્થાનીક એસટી વિભાગ સહિત તંત્રની બેદરકારીના કારણે એસટી બસમાં ખામી હોવા છતાં મુસાફરો તેમજ ડ્રાઈવર અને કંડકટર સાથેની ચાલુ બસમાં સ્ટેરીંગમાં ખામી સર્જાતા મોટી દુરઘટના થતાં થતાં બચી હતી. ત્યારે તંત્ર અને એસટી વિભાગ સહિત સરકારની બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ખામીયુક્ત એસટી બસોનું સમયાંતરે રીપેરીંગ કરવામાં આવે અથવા નવી એસટી બસો ફાળવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rJ1Oyd

0 Response to "વઢવાણમાં એસટી બસમાં ખામી સર્જાતા દુકાનમાં ઘુસતા રહી ગઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel