હળવદ તાલુકાના ઢવણા ગામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પ્રથમ ગુનો નોંધાયો
હળવદ : હળવદ તાલુકાના સરંભડા ગામના રહેવાસી જયંતીભાઈ ધરમશીભાઈ બાવળિયા (ઉ.વ.૪૨) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સવજી ત્રીકુભાઈ કોળી રહે ઢવાણા તા. હળવદ વાળાએ જયંતીભાઈની માલિકીની સર્વે નંબર ૪૫૬ પૈકી ૧ તથા ૪૫૬ પૈકી ૨ વાળી જમીન પર ગેરકાયદેસર કબજો કરી જમીન પર તા. ૦૧-૦૧-૨૦૦૩ થી તા. ૦૨-૦૪-૨૦૨૧ સુધી ગેરકાયદેસર કબજો રાખી જમીન પચાવી પાડયાની ફરીયાદ નોંધાવી છે.
હળવદ પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની કલમ ૩,૪ (૧)(૩), ૫ (ગ) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ મોરબી જિલ્લા ડીવાયએસપી આઈ.એમ.પઠાણ ચલાવી રહ્યા છે. હળવદ તાલુકામાં સૌપ્રથમ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા ભૂમાફિયા માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rJBwfq
0 Response to "હળવદ તાલુકાના ઢવણા ગામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પ્રથમ ગુનો નોંધાયો"
Post a Comment