કચ્છમાં ઘાતક બનતો કોરોના : વધુ સાતના મોત, નવા ૨૦૦ પોઝિટિવ કેસ

કચ્છમાં ઘાતક બનતો કોરોના : વધુ સાતના મોત, નવા ૨૦૦ પોઝિટિવ કેસ

ભુજ,બુધવાર

આવતીકાલાથી મુંદરામાં પાંચ દિવસ તો શુક્રવારાથી ભુજમાં ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન શરૃ થાય છે તે વચ્ચે આજે પણ કોરોના દર્દીઓ માટે ઘાતક બનતો હોય તેમ કચ્છમાં વધુ સાત દર્દીઓને ભરખી ગયો હતો. તંત્રના આયોજનના અભાવ અને પ્રજાકીય પ્રતિનિાધીઓની ચુપકિદીના પાપે આજે નવા ૨૦૦ કેસો નોંધાયા હતા. કચ્છમાં કોરોના આજ દિન સુાધીમાં ૧૨૭ લોકોને ભરખી ગયો છે. જો કે, આ તો આરોગ્ય વિભાગે રેકર્ડ પર બતાવેલો આંક  છે જયારે વાસ્તવમાં મરણાંક ખુબ ઉંચો છે.

તો બીજીતરફ આરોગ્ય વિભાગ દ્વારા દેખાડાતા આંકડામાં પણ શંકા ઉપજતી હોય તેમ એક દિવસ કોઈ તાલુકામાં કોરોનાનો રાફડો ફાટે છે તો બીજા દિવસે તે તાલુકામાં કોરોનાના કેસો ઘટી જાય છે. તો ત્રીજા દિવસે કોઈ અન્ય તાલુકામાં કોરોનાના બેફામ આંક દેખાડાય છે. આજની વાત કરીએ તો ભચાઉ શહેરમાં અને ગ્રામિણમાં ૧-૧ મળી માંડ બે જ કેસ નોંધાયા હતા. જયારે રાપર તાલુકામાં તો એક પણ કેસ નોંધાયો ન હતો. જયારે રાપરમાં રેપીડ ટેસ્ટમાં ૧૫-૨૦ કેસો દેખાડાતા હોવાની ચર્ચા છે. તેવી રીતે ગાંધીધામ શહેરમાં માત્ર ૬, લખપત તાલુકામાં માત્ર બે અને નખત્રાણા તાલુકામાં ૬ જ કેસો નોંધાયા હતા.

જયારે આજે મુંદરામાં કોરોનાનો રાફડો હોય તેમ શહેરમાં ૩૮ અને ગ્રામિણમાં બે મળી કુલ ૪૦ કેસો નોંધાયા હતા તો ભુજ શહેરમાં ૩૧ અને ગ્રામિણમાં ૧૫ એમ ૪૬ કેસો નોંધાયા. અંજાર શહેરમાં ૨૦ અને ગ્રામિણમાં ૨૬ મળી કુલ ૪૬ કેસોથી ફફડાટ મચ્યો હતો. આમ, શહેરી વિસ્તારમાં ૧૧૦ અને ગ્રામિણમાં ૯૦ મળી કુલ ૨૦૦ કેસો નોંધાયા હતા. હવે તો ગ્રામિણના કેસો પણ શહેરની સરખામણીએ આવી રહ્યા છે. 

આજે નોંધાયેલા ૨૦૦ કેસો મળીને કુલ પોઝીટીવ કેસોનો આંક ૬૪૪૯ થયો છે તો એકટીવ કેસો ૧૧૦૫  ઉપર પહોંચ્યા છે. જયારે બાવન દર્દીઓ સાજા થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. 

આગામી દિવસોમાં કોરોનાની ચેન તોડવા માટે સ્વયંભુ લોકડાઉન લાદવામાં આવ્યો છે ત્યારે આ સ્વયંભુ લોકડાઉન કારગત નિવડશે કે કેમ? તે જોવુ રહ્યુ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gtWZ9X

0 Response to "કચ્છમાં ઘાતક બનતો કોરોના : વધુ સાતના મોત, નવા ૨૦૦ પોઝિટિવ કેસ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel