કચ્છમાં દરેક જૈનો પોતાના ઘરમાં રહીને મહાવીર સ્વામિ જયંતિ ઉજવે
ભુજ,બુધવાર
કોરોના મહામારીથી ઉત્પન્ન થયેલ વર્તમાન સંકટની પરિસિૃથતીને ધ્યાને લઈ આગામી તા. ૨૫/૪ના મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવની ઉજવણી દરેક દરેક જૈન પોતાના ઘરમાં બેસીને કરે તેવી અપીલ જૈન સમાજના આગેવાનોએ કરી છે. મહાવીર જયંતિ દિને ઘરની છત કે બાલકની કયાં પણ એકઠા થવાનું નાથી તેમજ ઘરની બહારે બિલકુલ નીકળવાનું નાથી.
ક.વી.ઓ.જૈન મહાજન ભુજના અધ્યક્ષ, ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ સહિતના જૈન આગેવાનોએ કચ્છના સમસ્ત જૈન સમાજને અપીલ કરતા જણાવ્યુ છે કે, સમગ્ર વિશ્વને ક્ષમા અને અહિંસાનો સંદેશો આપનાર જૈનોના ૨૪ માં તિાર્થકર ભગવાન મહાવીર સ્વામિના જન્મ કલ્યાણક દિને વિશ્વના દરેક જીવોની શાંતિ આૃર્થે પોતાના ઘરે બેસી પ્રભુના જાપ કરવા તેમજ પ્રતિક્રમણની આરાધના સાથે પ્રભુ ભકિત કરવી. મહાવીર જન્મ કલ્યાણકની વાધાઈ સાથે હાલરડુ ગાવુ. દરેક જૈનો ઘરમાં રહીને મહાવીર જયંતિ ઉજવે. આ કોરોના કાળમાં સાધર્મીક બંધુઓની સેવાનું કર્તવ્ય નિભાવવુ.
જૈનોના વાર્ધમાન નગર મધ્યે પણ જૈન પરિવારો, પોતાના ઘરમાં રહી તપ-જાપ સાથે મહાવીર જયંતિ ઉજવશે. તેમજ સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ દ્વારા જીવદયાની તાથા માનવ જયોત દ્વારા માનવ સેવાની પ્રવૃતિઓ કરાશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3veVvEV
0 Response to "કચ્છમાં દરેક જૈનો પોતાના ઘરમાં રહીને મહાવીર સ્વામિ જયંતિ ઉજવે"
Post a Comment