કચ્છના તાલુકા મથકોએ આરોગ્યની સુવિધા મજબૂત હોય તો પણ કોરોનાના દર્દીઓનો જીવ બચાવી શકાય

કચ્છના તાલુકા મથકોએ આરોગ્યની સુવિધા મજબૂત હોય તો પણ કોરોનાના દર્દીઓનો જીવ બચાવી શકાય

- આરોગ્ય કેન્દ્રથી માંડીને પીએચસી, સીએચસીમાં તબીબ, પેરા મેડીકલ સ્ટાફની જગ્યાઓ ખાલી, સારવારની સુવિધાઓનો અભાવ નડી ગયો 

ભુજ,બુધવાર

કચ્છ જિલ્લાના ગામડે ગામડે આવેલા પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં જો ટેસ્ટ સહિત સારવારની અદ્યતન વ્યવસૃથા વિકસાવાઈ હોત તો ભુજ ખાતે આવેલી જી.કે.જનરલ હોસ્પીટલમાં દર્દીઓનો ધસારો નોંધાત નહિં. આજે પણ તાલુકા માથકના દર્દીઓને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પીટલમાં લાવવામાં આવતા હોવાથી તમામ બેડ ફુલ થઈ ગયા છે. પરિણામે, દર્દીઓને ખાનગી હોસ્પીટલમાં લૂંટાવુ પડે છે.

તા-જિ.પં.ની સામાન્ય સભામાં આરોગ્યની સુવિધા વિકસાવવા વિપક્ષ રજૂઆત કરી થાકયો છતા પદાધિકારીઓ-તંત્રના પેટનું પાણી ન હલતા પરિણામ નજર સામે છે

ઘોડા છુટયા પછી તબેલાને તાળા મારવા જેવો તાલ વર્તમાન સમયમાં કચ્છમાં જોવા મળી રહ્યો છે. કચ્છના ભુજાથી માંડીને તાલુકા માથક સહિત ગ્રામિણ વિસ્તારમાં આરોગ્યની સુવિાધા ખાડે ગઈ છે. પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબો તેમજ પેરા મેડીકલ સ્ટાફની ઘટ છે. તબીબોની જગ્યાઓ પણ ચાર્જાથી ચાલી રહી છે તો વળી, હોસ્પીટલોમાં સારવાર કરી શકાય તેવા સાધનોની પણ કમી વર્તાઈ રહી છે.

દર્દીઓને પુરતી સારવાર મળી રહે અને દર્દીઓને છેક ભુજ સુાધી ધક્કા ખાવા ન પડે તે માટે સૃથાનિક વિરોધ પક્ષના આગેવાનો, સામાજીક કાર્યકરો અને ગ્રામજનો દ્વારા રજુઆતો કરવામાં આવતી રહે છે.

તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ આરોગ્યની સુવિાધા વિકસાવવા, તબીબોની ઘટ પુરવા રજુઆતો કરવામાં આવતી હોય છે આમ છતા જિલ્લાના વહીવટી તંત્ર, પદાિધકારીઓ અને આરોગ્ય વિભાગ દ્રારા આવી રજુઆતોને નજર અંદાજ કરાતા તેના માઠા પરિણામ કોરોના કાળમાં ભોગવવા પડી રહ્યા છે જો ખરેખર ગ્રામિણાથી માંડીને તાલુકા માથક સુાધી આરોગ્યની સુવિાધા મજબુત હોય તો આવી મહામારીમાં દર્દીઓને ભુજ સુાધી ખસેડવાની જરૃર પડે નહિં.

હાલમાં આ બાધી અસવલતોના અભાવે ભુજ જી.કે.જનરલ હોસ્પીટલમાં કોરોનાના દર્દીઓને લાવવામાં આવતા હોવાથી તમામ બેડ ફુલ થઈ ગયા છે. ભુજની સરકારી કોવીડ હોસ્પીટલમાં દર્દીઓનો ધસારો વાધી રહ્યો છે પરિણામે મોતનો પ્રમાણ પણ વાધે છે. તો વળી, મોરબી, અને રાજકોટાથી પણ દર્દીઓને જનરલ હોસ્પીટલમાં લાવવામાં આવી રહ્યા છે. હવે તો ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા પણ દર્દીઓને હોસ્પીટલમાં લાવવાનું બંધ કરવામાં આવી રહ્યુ છે. ખાનગી હોસ્પીટલો જી.કે.માં દર્દીઓને મોકલે છે તો હવે જી.કે.માંથી ખાનગી હોસ્પીટલોમાં દર્દીઓને ખસેડવા પડે તેવી સિૃથતી છે.

પરિણામે, દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. પોઝીટીવ આવ્યા બાદ દર્દીઓને ભારે હેરાનગતિમાંથી પસાર થવુ પડે છે. વળી, ફાઈલ બનાવવી ઉપરાંત કાગળોમાં પણ સમય બરબાદ થાય છે. હોસ્પીટલમાં જવાબદારી લેવા પણ કોઈ તૈયાર હોતો નાથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vdqGQH

0 Response to "કચ્છના તાલુકા મથકોએ આરોગ્યની સુવિધા મજબૂત હોય તો પણ કોરોનાના દર્દીઓનો જીવ બચાવી શકાય"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel