વરસામેડીમાં વરસાદના કારણે દીવાલ ધસતા બે શ્રમીકો કાળને ભેટયા

વરસામેડીમાં વરસાદના કારણે દીવાલ ધસતા બે શ્રમીકો કાળને ભેટયા

ગાંધીધામ, તા. ર૧

છેલ્લા ચારેક દિવસાથી કચ્છમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ઠેકઠેકાણે કરા સાથે વરસાદ અને તોફાની પવન ફુંકાઈ રહ્યો છે. આવા જ બનાવમાં ગઈકાલે સાંજે તોફાની પવન સાથે વરસાદ પડતાં વરસામેડી ખાતે દીવાલ ધસી પડતાં બે શ્રમીકોના મોત થયા હતા તો ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રસોઈ બનાવતાં દાઝી ગયેલાં વૃધૃધાએ સારવાર દરમ્યાન અમદાવાદ ખાતે આંખ મીંચી લીધી હતી.

અંજાર તાલુકાના વરસામેડી ખાતે લાબા ટેક્સટાઈલ ખાતે કામ કરતા બે શ્રમીકો અચાનક વરસાદ શરુ થતાં દીવાલની ઓાથે બેઠા હતા. ભારે પવનના કારણે દીવાલ ધસી પડતાં બન્ને શ્રમીકો, કારતા દોબી મંડરી શાહુ (ઉ.વ.-રપ) તાથા રામસિંગ જયરત્ન સુમરાલ (ઉ.વ.-ર૩) દીવાલ નીચે દબાઈ જવાથી મોતને ભેટયા હતા. અન્ય શ્રમીકોનું ધ્યાન જતાં તરત જ બન્નેને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ માથામાં, છાતીમાં અને પેટના ભાગે ગંભીર ઈજા થવાથી બન્નેને બચાવી શકાયા નહોતા. પોલીસને જાણ કરવામાં આવતાં બન્ને હતભાગીઓના મૃતદેહને પી.એમ. માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ જુની સુંદરપુરી વિસ્તારમાં રહેતા સુશીલાબેન હનુમંત કદમ (ઉ.વ.-૬ર) નામના વૃધૃધા ગત તા. ૧૧/૪ ના રસોઈ બનાવતા પોતાના ઘરે જ પ્રાયમસની જાળ લાગતાં સખત રીતે દાઝી ગયા હતા જેમને પ્રાથમ રામબાગમાં લઈ જવામાં આવ્યા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે ગતરાત્રીના આખરી શ્વાસ લીધા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3epZgk3

0 Response to "વરસામેડીમાં વરસાદના કારણે દીવાલ ધસતા બે શ્રમીકો કાળને ભેટયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel