વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે, રહેમલપરને જોડતો બિસ્માર માર્ગ રિપેર કરવા માંગ

વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે, રહેમલપરને જોડતો બિસ્માર માર્ગ રિપેર કરવા માંગ


વિરમગામ : વિરમગામ શહેરથી ધ્રાંગધ્રા હાઇવે રહેમલપરને જોડતાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓના કારણે વાહનચાલકો અને ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બિસ્માર રસ્તા પર સરફેસિંગ કરવામાં આવે અને ખાડાઓનું  બુરાણ કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.

વિરમગામથી રહેમલપર ગામ વાયા વિરમગામ, ધ્રાંગધ્રા હાઇવેને જોડતો આ માર્ગ ૩ કિ.મી.નો છે. જેની ખરાબ હાલત છે. ધ્રાંગધ્રા હાઇવે વાયા આસોપાલવ સર્કલ થઇ જાય તો ૧૦ કિ.મી.નું અંતર થાય છે. જ્યારે આ માર્ગ વિરમગામ શહેરથી ૩ કિ.મી.નું અંતર થાય છે. આ રોડ ઉપર ક્રેઇન ઈન્ડિયા કંપની આવેલ છે. રહેમલપર ગામના ગ્રામજનો નિયમીત વિરમગામ ખરીદી માટે આવતા હોય છે ત્યારે આ રોડ ઉપર પડેલ ખાડાઓ તાત્કાલીક રિપેર કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઊઠી છે. આ ખાડાઓના કારણે અવાર-નવાર અકસ્માત થવાની સંભાવના રહે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mN2ZMt

0 Response to "વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે, રહેમલપરને જોડતો બિસ્માર માર્ગ રિપેર કરવા માંગ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel