ઝીંઝુવાડા પોલીસે ઈંગ્લીશ દારૂ સહિતના 5 ગુન્હાઓમાં નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડયો

પાટડી : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી પાટડી પીએસઆઈ સહિતના સ્ટાફે અલગ-અલગ ટીમો બનાવી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં જેમાં બાતમીના આધારે ઝીંઝુવાડા ગામે આવેલ તળાવની ઉગમણી નામે ઓળખાતી સીમમાંથી નાસતા ફરતાં આરોપી જનકસિંહ કિર્તિસિંહ ઝાલા રહે.ઝીંઝુવાડાવાળાને ઝડપી પાડયો હતો અને જેની પુછપરછ દરમ્યાન ઝીંઝુવાડા પોલીસ મથકના ઈંગ્લીશ દારૂના ચાર ગુન્હાઓ તેમજ દસાડા પોલીસ મથકના એક ગુન્હામાં નાસતો ફરતો હોવાની કબુલાત કરી હતી. આ રેઈડ દરમ્યાન ડીવાયએસપી આર.બી.દેવધા સહિત ઝીંઝુવાડા પીએસઆઈ વી.પી.મલ્હોત્રા સહિતની કામગીરી હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mFeW6O



0 Response to "ઝીંઝુવાડા પોલીસે ઈંગ્લીશ દારૂ સહિતના 5 ગુન્હાઓમાં નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડયો"
Post a Comment