પાલિકા તંત્ર, વેપારી એસોસિએશનો અને પોલીસ વિભાગની બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સતત સંક્રમત વધ્યું છે અને જીલ્લામાં જાણે કોરોના વાયરસે કહેર મચાવ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા કચેરી ખાતે વિવિધ વેપારી એસોશીએસનોના હોદ્દેદારોની અને પોલીસ વિભાગ તથા પાલિકા તંત્રના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમત્તે સરકારની કોરોનાની ગાઈડ લાઈનનું કડક પાલન કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને અન્ય લોકોને પણ તેનું કડક પાલન કરાવવા વપારીઓ કટીબધ્ધ થયા હતાં.
ગાઈડલાઈનનું પાલન કરવા અને કરાવવા સામુહિક નિર્ણય : જરૂર પડે સ્વૈચ્છિક લોકડાઉનની પણ તૈયારી દર્શાવાઈ
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્મણ વધ્યું છે ત્યારે જીલ્લામાં કોરોના વાયરસની ચેઈન તોડવા વેપારીઓ અને દુકાનદારો જાતે જ કટીબધ્ધ થયા હતાં અને આ મામલે પાલિકા કચેરી ખાતે ડીવાયએસપી એચ.પી.દોશી, પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાની અધ્યક્ષતામાં અનાજ-કરીયાણા, તેલ એસોશીએસન, મોબાઈલ એસોશીએસન, બુટ-ચંપલ એસોશીએસન સહિતના વિવિધ એસોશીએસનોના હોદ્દેદારો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં સર્વાનુમત્તે જીલ્લાની તમામ બજારના દરેક વેપારીઓ પોતાની દુકાન પર સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવાની અને જાગૃત થવાના લખાણો સાથેનું પોસ્ટર અથવા બોર્ડ લગાવે તેમજ દુકાનદાર અને વેપારીઓ સહિત ગ્રાહકો પોતે પણ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરની ગાઈડલાઈનનું કડક પાલન કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત જો આગામી દિવસોમાં કોરોના વાયરસની પરિસ્થિતિ વધુ ખરાબ થશે તો વિવિધ એસોશીએસનો દ્વારા સર્વાનુમત્તે નક્કી કર્યા બાદ થોડા દિવસો માટેનું સ્વૈચ્છિક લોકડાઉન પણ કરશે તેવો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/324zQTi



0 Response to "પાલિકા તંત્ર, વેપારી એસોસિએશનો અને પોલીસ વિભાગની બેઠક યોજાઈ"
Post a Comment