ચોટીલા તાલુકામાં કોરોનાનો આતંક : ચોટીલા, મોલડીના પીઆઈ સહિત 5 કર્મી સંક્રમિત

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમત સતત વધ્યું છે અને શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે ચોટીલા તાલુકાના પોલીસ વિભાગમાં પણ કોરોના વાયરસે કહેર મચાવતાં દોડધામ મચી જવા પામી હતી જેમાં પીઆઈ અને અન્ય ચાર પોલીસ કર્મચારીઓ સહિત કુલ ૯ જેટલા વ્યક્તિઓને કોરોના પોઝીટીવ આવતાં પોલીસ બેડા સહિત તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ચોટીલા અને નાની મોલડી પોલીસ મથકમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ સહિત પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો જેમાં પીઆઈ સહિત અન્ય ચાર પોલીસ કર્મચારીઓનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તમામને હોમક્વોરન્ટાઈન કરી સારવાર શરૃ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત આ પોલીસ કર્મચારીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોની માહિતી મેળવી તેઓનો પણ કોરોના ટેસ્ટ કરવાની તજવીજ હાથધરવામાં આવી હતી જ્યારે બીજી બાજુ ચોટીલા શહેરી વિસ્તારમાં ફરજ બજાવતાં એસઆઈને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત એસબીઆઈ બેન્કના ચાર જેટલાં કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતાં બેન્કની કામગીરી હાલ પુરતી બંધ રાખવામાં આવી હતી આમ ચોટીલા તાલુકામાં ચીંતાજનક રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધતાં શહેરીજનો સહિત લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3taRaBT



0 Response to "ચોટીલા તાલુકામાં કોરોનાનો આતંક : ચોટીલા, મોલડીના પીઆઈ સહિત 5 કર્મી સંક્રમિત"
Post a Comment