વઢવાણ નવા 80 ફૂટ રોડ પર દારૂની 456 બોટલો પકડાઈ

વઢવાણ નવા 80 ફૂટ રોડ પર દારૂની 456 બોટલો પકડાઈ


સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે જીલ્લા પોલીસવડાની સુચનાથી તેમજ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ બી ડિવીઝન પોલીસે બાતમીના આધારે નવા ૮૦ ફુટ રોડ પર પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે આરોપી હાજર મળી ન આવતાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બી ડિવીઝન પોલીસે બાતમીના આધારે પેટ્રોલીંગ હાથધર્યું હતું જેમાં નવા ૮૦ ફુટ રોડ પર આવેલ રહેણાંક મકાનમાંથી બાતમીના આધારે રેઈડ કરી ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૪૫૬ કિંમત રૂા.૧,૬૪,૭૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જ્યારે આરોપી કુલદિપસિંહ સીસોદીયા મુળ રહે.ધોળકા હાલ રહે.વઢવાણવાળો હાજર મળી ન આવતાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ રેઈડ દરમ્યાન જીલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયા સહિત ડીવાયએસપી એચ.પી.દોશી અને બી ડિવીઝન પીએસઆઈ એસ.બી.સોલંકી તેમજ સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d8gxid

0 Response to "વઢવાણ નવા 80 ફૂટ રોડ પર દારૂની 456 બોટલો પકડાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel