લીંબડીમાં વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવી

લીંબડી : સમગ્ર વિશ્વ સાથે દેશમાં વિશ્વ હોમીયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ખાતે પણ વિશ્વ હોમીયોપેથીક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન તથા જીલ્લા આર્યુવેદ અધિકારી સુરેન્દ્રનગર સુચનાથી લીંબડી સરકારી આર.આર.જનરલ હોસ્પીટલના હોમીયોપેથીક વિભાગ દ્વારા તેમજ લીંબડી મોટા મંદિરના સહયોગથી પ્રજાજનોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે હોમીયોપેથીક દવા આરસેનીક આલ્બ-૩૦નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણની શરૃઆત પુ.લાલદાસ બાપુના હસ્તે કરવામાં આવી હતી અને આ તકે પ્રાંત અધિકારી હર્ષવર્ધન સોલંકી, ડો.પુનીત, ડો.જીતેન્દ્ર મકવાણા, ડો.જયમીન ઠક્કર, અશ્વીનભાઈ ડોરીયા, શંકરભાઈ દલવાડી, સંજયભાઈ ત્રિવેદી, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સોની, હિંમતભાઈ ચાવડા, રવિભાઈ શાહ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3g07jpX



0 Response to "લીંબડીમાં વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણી કરવામાં આવી"
Post a Comment