સરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 110ના રેપિડ ટેસ્ટ કરાતાં 7 પોઝિટિવ આવ્યા

સરા : સરા ગામે રેપીડ ટેસ્ટ કિટ ઓછી આવતી હોય લોકોને હાલાકી પડી રહ્યાની રજુઆત કરતા લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં લઈ આરોગ્ય વિભાગનું ધ્યાન દોરતા સરા ગામે તા. ૧૦ એપ્રિલના રોજ પે.સે. શાળા ખાતે સરા પ્રા. આ. કેન્દ્રના ચાર્જ સંભાળતા ડૉ. વણોલના માર્ગદર્શન હેઠળ ડૉ. દર્શન કવૈયા, ડૉ. આનંદ સાગઠીયા સહિત સ્ટાફ દ્વારા દરેક દર્દીઓને સોશ્યલ ડિસ્ટન્સ સાથે ક્રમશ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ હતો. ૧૧૦ જેટલા દર્દીઓને કોરોના ટેસ્ટ કરતા ૭ જેટલા પોઝીટીવ કેસ મળી આવતા લોકોમાં જે ભય હતો તે દુર થયેલ હતો.
દર્દીઓની ખબર સાથે પ્રા.આ. કેન્દ્રની સારવાર બાબતે પુચ્છા કરતા તેમણે આરોગ્ય તંત્રની કામગીરીથી પ્રભાવિત બન્યા હતા. ગ્રામજનોને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ અને કામ સિવાય ઘરની બહાર નિકળવું નહિ, ટોળા વળવું નહિ, વગેરે સુચન કરી કોરોના સામે મક્કમ લડત આપવા સહયોગની અપીલ કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s67bYv



0 Response to "સરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 110ના રેપિડ ટેસ્ટ કરાતાં 7 પોઝિટિવ આવ્યા"
Post a Comment