હળવદ તાલુકાના ચરાડવા ગામમાં 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

હળવદ તાલુકાના ચરાડવા ગામમાં 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન


હળવદ : કોરોના મહામારીએ અજગર ભરડો લીધો છે ત્યારે ગ્રામ્ય પંથકમાં લોકડાઉનના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે જેમાં હળવદ તાલુકાના ચરાડવા ગામમાં ૧૦ દિવસનું લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે તા. ૧૧ થી ૨૦ સુધી અડધા દિવસનું લોકડાઉન રહેશે. કોરોના મહામારીને પગલે ચરાડવાના વેપારીઓ અને દુકાનદારોએ બપોરે ૨ બાદ દુકાનો બંધ રાખી સ્વૈચ્છિક બંધમાં જોડાવવા નિર્ણય કર્યો છે અને ગામમાં અડધા દિવસનું લોકડાઉન રહેશે. રવિવારે તા. ૧૧ થી તા. ૨૦ સુધી દસ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું વધતા જતા કોરોનાના કેસને લઈ ગ્રામ્ય વિસ્તારની પંચાયતો દ્વારા સંક્રમણ અટકે તે માટે થઈને જરૂરી તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના સૌથી મોટા ગણાતા ચરાડવા ગામે ગ્રામ પંચાયત દ્વારા દસ દિવસનું આંશિક લોકડાઉન જાહેર કર્યું છે.

ચરાડવા ગામમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઈ ગ્રામ પંચાયત દ્વારા ૧૧ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધી ગામમાં બપોરે ૨ વાગ્યા બાદ તમામ રોજગાર ધંધા બંધ રાખવામાં આવશે સાથે જ ગ્રામ પંચાયત દ્વારા કોરોના ગાઇડલાઇન પણ જાહેર કરી છે જેમાં જણાવ્યું છે કે ગામમાં બપોરે ૨ વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ રહેશે, શાકભાજી વાળાએ પણ બપોરે ૨ વાગ્યા સુધી જ માર્કેટમાં શાકભાજી વેચી શકશે તેમજ દૂધ અનાજ દળવાની ઘંટી તથા દવાની દુકાનો દિવસ દરમિયાન ખુલ્લી રહેશે. આંશિક લોકડાઉન માટે ગ્રામ પંચાયત દ્વારા એક કમિટી પણ બનાવવામાં આવી છે સાથે જ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને અપીલ પણ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s6P9W9

0 Response to "હળવદ તાલુકાના ચરાડવા ગામમાં 10 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel