
માંડલ માર્કેટયાર્ડમાં સીસીઆઈ દ્વારા ફરી ચણાની ખરીદી કરાતા રાહત
અમદાવાદ : માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ડી. આઈ. પટેલ તેમજ ભાજપ પ્રમુખ દશરથભાઈ, તા. પં. પ્રમુખ મહેશભાઈ પટેલ અને એ.પી.એમસી.ના ડીરેકટરો દ્વારા માંડલ એ.પી.એમ.સી.માં ચણાનું સેન્ટર લાવવામાંઆવ્યું હતું.
જે યાર્ડમાં વર્ષો પહેલા માત્ર જીરૂ અને એરંડાના પાકોની આવક અને લે વેચ થતી હતી પરંતુ આજે આ યાર્ડમાં જીરૂ, એરંડા, તુવેર, અજમો, રાઈ, ઘઉં, સોલાપરી, ચણા, ઇસબગુલ, રાયડો જેવા તમામ પાકોની જણસી આવી રહી છે. એટલું જ નહીં ચેરમેનનના પ્રયત્નો દ્વારા માંડલ એ.પી.એમ.સી.માં ચણાનું સેન્ટર સરકાર દ્વારા ફળળાયું હતું અને ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. આ યાર્ડમાંથી સી.સી.આઈ ટેકાના ભાવ આપીને ચણાની ખરીદી કરતું હતું જેથી માંડલ તાલુકાના ખેડૂતોને ચણાનો પાક માંડલના યાર્ડમાં જ નાખવો પડે અને ઘરે બેઠાં ચણાના પાકોનો સારો ભાવ આવે તેવા હેતુથી સી.સી.આઈ. દ્વારા ચણાની ખરીદી આ યાર્ડમાંથી થતી હતી પરંતુ થોડા દિવસો આ ખરીદીને બંધ કરાઈ હતી અને ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યોહતો. યાર્ડમાં સેંકડો મણ ચણાના પાક પડયો હતો પણ ઉપરથી ખરીદી પર રોક લાગી ગઈ હતી. અંતે ખેડૂતોની વ્યથાને જોઈ સી.સી.આી. દ્વારા આ માંડલની એ.પી.એમ.સી.માંથી ચણાના પાકની ખરીદી કરવાની શરૂ કરાઈ. આ વાતનો સમગ્ર માંડલ તાલુકાના ખેડુતોમાં આનંદ જોવા મળ્યો છે.
0 Response to "માંડલ માર્કેટયાર્ડમાં સીસીઆઈ દ્વારા ફરી ચણાની ખરીદી કરાતા રાહત"
Post a Comment