માંડલમાં 25 હજાર ચોમી જમીનમાં કોલ્ડ સ્ટોરેજ, શાકમાર્કેટ વે-બ્રીજ બનશે
અમદાવાદ : માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડ ગુજરાતના તમામ યાર્ડો સાથે પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે. માંડલ માર્કેટયાર્ડમાં જીરૂ, રાયડો, એરંડા, ઘઉં, બાજરી, અજમો, ચણા જેવા તમામ પાકોની મબલક આવક થાય છે. તાલુકાના ૩૬ ગામોના ખેડૂતોની દરરોજ કતારો લાગે છે. ઓનલાઈન હરાજીની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ખુબ જ મોટા પ્રમાણમાં યાર્ડની કામગીરી વર્તમાન ચેરમેન ડી.આઈ.પટેનલા નેજા હેઠળ ચાલી રહી છે.
માંડલ એ.પી.એમ.સી.ને નાના તાલુકામાં લાવી ધબકતું કરવામાં તેમનો સિંહફાળો છે. દાલોદ બાયપાસ રોડ બનાવવામાં પણ તેમની પુષ્કળ મહેનત હતી. આ બધી સિદ્ધિ જોઇને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં માંડલ માર્કેટયાર્ડને દાલોદ બાયપાસ રોડ પર ૨૫ હજાર ચોરસમીટર જમીન ફાળવવામાં આવી છે. આ કામમાં ચેરમેન ડી.આઈ.પટેલ તેમજ માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેશભાઈ પટેલ સૌ ડીરેકટરો પણ સહભાગી બન્યા. યાર્ડને વિશેષ જગ્યા ફાળવવામાં આવી તે જગ્યાની અંદર જે.સી.બી. મશીનથી બાવળો કાઢવાની કામગરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અહીં કન્સ્ટ્રકશન સહિતના કામો પણ ટૂંક સમયમાં શરૂ થશે ચેરમેને જણાવ્યું કે આ જગ્યામાં થોડા સમયમાં તાલુકાના ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ, કપાસનું માર્કેટ, શાકમાર્કેટ એ વે-બ્રીજ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે. માંડલના માર્કેટયાર્ડમમાં મોટા પ્રમાણમાં કામકાજ હોવાથી ટ્રેકટરો માટેની જગ્યાનો અભાવ, જણસીના ઢગલાં, ચોમાસું આવે એટલે તકલીફ પડતી આવી બધી સમસ્યાઓને કારણે એ.પી.એમ.સી.નું કેમ્પસ હવે નાનું પડતાં માંડલ એ.પી.એમ.સી.ના ચેરમેન અને માંડલ તા. પં. પ્રમુખના અથાગ પ્રયત્નોથી સરકાર દ્વારા વધારાની જમીન મળી છે. આ જગ્યા પર મોટા ગોડાઉન બનશે, શાકમાર્કેટ પણ બનશે તેથી હવે માંડલ તાલુકાની પ્રજાને શાકની ખેતીમાં પણ એ.પી.એમ.સી. સહયોગ આપશે. મોટો વે બ્રીજ બનવા જઈ રહ્યો છે અને પોતાના શાકભાજી-ફળો સાચવવા માટેના કોલ્ડસ્ટોરેજ પણ બનશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wB8r9A
0 Response to "માંડલમાં 25 હજાર ચોમી જમીનમાં કોલ્ડ સ્ટોરેજ, શાકમાર્કેટ વે-બ્રીજ બનશે"
Post a Comment