સામુહિક આરોગ્ય કેન્દ્રની મહિલા નર્સને યુવકે નજીવી બાબતે માર માર્યો
સાયલા : સુરેન્દ્રનગર જીલ્લામાં નજીવી બાબતે મારામારીના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા તાલુકાના સુદામડા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક મહિલા નર્સને યુવક દ્વારા માર મારવાનો બનાવ બન્યો હતો જે અંગે ભોગ બનનાર નર્સ દ્વારા સાયલા પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથધરવામાં આવી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના સુદામડા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતી મહિલા નર્સને ચાલુ ફરજ દરમ્યાન એક યુવક સાથે સામાન્ય બાબતે બોલાચાલી થતાં રોષે ભરાયેલ યુવક દ્વારા નર્સને માર મારવામાં આવતાં ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં મહિલા નર્સ દ્વારા માર મારનાર યુવક સામે ફરિયાદની તજવીજ હાથધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને જીલ્લામાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ ખડેપગે દિન-રાત કામ કરી રહ્યાં છે ત્યારે આ પ્રકારના બનાવો બનતાં આરોગ્ય વિભાગના કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uTKlFs
0 Response to "સામુહિક આરોગ્ય કેન્દ્રની મહિલા નર્સને યુવકે નજીવી બાબતે માર માર્યો"
Post a Comment