વિરમગામમાં બપોરના ૩ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉનને વ્યાપક પ્રતિસાદ

વિરમગામમાં બપોરના ૩ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉનને વ્યાપક પ્રતિસાદ


વિરમગામ : સમગ્ર રાજ્ય સાથે અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ સતત દિન-પ્રતિદિન વધી રહ્યું છે અને દિનપ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા છે.  ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે વિરમગામ ટાઉન પોલીસ, ચીફ ઓફિસર વિરમગામ નગરપાલિકા વિરમગામ શહેરના જુદા જુદા એસોસીએશન લેખિત સંમતિ બાદ તા. ૧૬-૪-૨૦૨૧થી સ્વૈચ્છિક લોકડાઉન ૩૦-૪-૨૦૨૧ શનિવાર- રવિવાર સિવાયના દિવસોમાં બપોરના ૩-૦૦ કલાકથી તમામ દુકાનો, કોમ્પ્લેક્ષ,બજાર, લારી ગલ્લા સ્વૈચ્છિક બંધ રાખવાના લીધેલા નિર્ણયના પગલે આજે પ્રથમ દિવસે જબરજસ્ત સારો પ્રતિભાવ મળતા શહેરના તમામ બજારો લારી-ગલ્લા, ફ્રુટના વિક્રેતા, ચાની લારી, ખાણીપીણીવાળા સ્વયંભૂ બંધમાં જોડાઈને તમામ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. 

જીવન જરૂરિયાતની ચીજવસ્તુ દૂધ અને મેડિકલ સ્ટોર્સ, હોસ્પિટલ સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રહી હતી. વેપારીઓએ સાથ- સહકાર આપતા સ્વૈચ્છિક લોકડાઉન સફળ રહ્યું હતું.

આગામી શનિવાર અને રવિવારે બે દિવસ સંપૂર્ણપણે બજારો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે શનિવાર- રવિવાર બે દિવસ વિરમગામ શહેરના તમામ ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખવામાં આવશે.

વિરમગામ શહેર અને તાલુકામાં કોરોના મહમારીના વધતા જતા સંક્રમણને અટકાવવામાં વિરમગામ શહેરના જુદા જુદા વેપારી એસોસીએશન દ્વારા તા. ૧૬થી ૩૦-૪- સુધી બપોરના ૩-૦૦ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉનને પ્રથમ દિવસે સારો પ્રતિસાદ સાંપડયો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RL4q2x

0 Response to "વિરમગામમાં બપોરના ૩ વાગ્યા પછી સ્વૈચ્છિક લોકડાઉનને વ્યાપક પ્રતિસાદ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel