
માંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો, વેપારીઓ અને સત્તાધિશોને કોરોનાની રસી અપાઈ
અમદાવાદ : રાજ્યમાં અને દેશભરમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જાય છે અને બીજી બાજુ સરકાર દ્વારા કોવિશીલ્ડ અને કોવેક્સીન રસી આપવાની કામગીરી સમગ્ર રાજ્યમાં ધમધોકાર ચાલી રહી છે. જે અંતર્ગત આજ તા.૮ ના રોજ માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે એ.પી.એમ.સીના ચેરમેન ડી.આઈ.પટેલે રસી લીધી હતી તેમજ એ.પી.એમ.સીના ખેડુતો, વેપારીઓ અને વર્કર્સો તથા એ.પી.એમ.સી સ્ટાફને રસીકરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિઠલાપુર પી.એચ.સીના ડૉ.દિપક પટેલ (ટી. એચ.ઓ) તથા મેડીકલ ઓફીસર ડૉ. હેમંત પટેલ, નોડલ અધિકારી ડૉ.ચિરાગ રાઠોડ સહિતની આરોગ્ય ટીમ ઉપસ્થિત રહી હતી તેમજ એ.પી.એમ.સીના ચેરમેન ડી.આઈ પટેલ, સેક્રેટરી અમીતભાઈ પટેલ, ભાજપ કાર્યકર રાજુ શાહ, પુર્વ ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ડૉ.ચિરાગ રાઠોડે એ.પી.એમ. સીના ખેડુતો અને વેપારીઓને રસીકરણ અંગેની જાગૃતિ આપી હતી કોવિશીલ્ડ અને કોવેક્સીન અંગેનો શું ફરક છે અને આ બંને વેક્સીન કેટલા સમયના અંતરે લેવી જોઈએ જે અંગેની સમજ આપી હતી અને ૪પ વર્ષના ઉપરના ખેડુતો,વેપારીઓ અને વર્કરોને રસી અપાઈ હતી તેમજ માંડલના રામાનંદ સરસ્વતી સ્વામીજી આશ્રમ ખાતે પણ દસેક જેટલાં વૃદ્ધોને રસી આપવામાં આવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dSQqeu
0 Response to "માંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો, વેપારીઓ અને સત્તાધિશોને કોરોનાની રસી અપાઈ"
Post a Comment