
રસ્તા પર શાકભાજી વેચતા લારીવાળાઓને બીજી જગ્યાએ ખસેડાતા વિરોધ જાગ્યો
પાટડી : પાટડી શહેરી વિસ્તારમાં નગરપાલિકાની હદમાં જાહેર રસ્તા પર ઉભા રહી શાકભાજીનો વેપાર કરતાં લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતાં હોબાળો કરવામાં આવ્યો હતો આ મામલે તંત્રને રજુઆતો કરવામાં આવી હતી.
જેમાં શાકભાજીનો ધંધો કરનાર ગરીબ લોકોના જણાવ્યા મુજબ તેઓને અન્ય જગ્યાએ ખસેડવા અંગેની અગાઉથી જાણ કરવામાં આવી હોત તો તેઓ રોજ કરતાં ઓછો માલ ભરેત તેમજ અંદાજે રૃા.૮ થી ૧૦ હજારની કિંમતનું શાકભાજી, ફળ ફ્રુટ વગેરે લઈ લીધા બાદ બપોરે રોડ પરથી દુર જવાનું જણાવતાં ૪૦% જેટલો પણ ધંધો થયો નહોતો ત્યારે આર્થિક નુકશાન ભોગવવાનો આવ્યો હતો જે અંગે શાકભાજીવાળા લોકો પાટડી નગરપાલિકા કચેરી ખાતે રજુઆત અર્થે ઉમટી પડયાં હતાં જ્યાં ચીફ ઓફીસરને રજુઆત કરતાં મામલતદારના આદેશ મુજબ કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું. આથી લોકો મામલતદાર પાસે ગયા હતાં અને રજુઆતો કરી હતી તેમજ જુની જગ્યાએ તેઓ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈન સાથે ધંધો કરશે તેવી ખાત્રી આપી હતી.તેમજ એકતરફ મોટા વેપારીઓ દુકાનો, ઓફીસોમાં લોકોની ભીડ હોય છે જ્યારે બીજી બાજુ ગરીબ અને મધ્યમવર્ગના લારી-ગલ્લા, શાકભાજી, ખાણ-પીણીવાળા સામે જ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો અને મોટાવેપારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sXQHmx
0 Response to "રસ્તા પર શાકભાજી વેચતા લારીવાળાઓને બીજી જગ્યાએ ખસેડાતા વિરોધ જાગ્યો"
Post a Comment