કપડવંજમાં વૈદ્યની ખડકી મકાન હડપ કરી લેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

કપડવંજમાં વૈદ્યની ખડકી મકાન હડપ કરી લેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો


નડિયાદ : કપડવંજ શહેરમાં આવેલી એક મિલ્કત અંગે આજે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોધાયો છે. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે એક વ્યક્તિ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ શહેરના અંતિસર દરવાજા પાસે આવેલ વૈદ્યની ખડકીનુ મકાન  ચેતનભાઇ પટેલે વર્ષ ૨૦૧૬ માં યજ્ઞોશભાઇ દરજી પાસેથી લીધુ હતુ.તે સમયે યજ્ઞોશભાઇને દરજીને   પૈસાની સગવડ ન થતા તેઓએ મકાનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. જે મકાનનો દસ્તાવેજ મામલતદાર કચેરી કપડવંજ ખાતે થયો હતો. ગત તા.૩-૧૦-૨૦૧૬ થી મિલ્કત ચેતનભાઇના નામે રજીસ્ટર્ડ થઇ હતી. આ બાદ યજ્ઞોશભાઇએ ચેતનભાઇને જણાવેલ કે મારા મકાનનુ ફર્નિચરનુ કામ ચાલુ કરાવેલ છે.અને માતા-પિતાની તબિયત સારી રહેતી નથી,જેથી ચેતનભાઇએ મકાનના રહેવા આપ્યુ હતુ. લોકડાઉન પહેલા યજ્ઞોશભાઇએ ચેતનભાઇને જણાવેલ કે હુ મકાન પરત ખરીદવા માંગુ છુ,જેથી બઝાર કિંમત નક્કી કરાવી યજ્ઞોશભાઇએ રૂા.૧૮ લાખનો ચેક ચેતનભાઇને આપ્યો હતો.પરંતુ તે ચેક કોઇ બીજાને નામે હોવાનુ માલૂમ પડયુ હતુ.

ચેતનભાઇએ યજ્ઞોશભાઇનો વાત જણાવતા કહેલ કે હુ મકાન ખાલી કરવાનો નથી કે હુ ભાંડુ પણ આપવાનો નથી તમારાથી થાય તે કરી લેજો તેમ જણાવ્યુ હતુ. જેથી આ અંગે ચેતનભાઇે કપડવંજ કોર્ટમાં ઇન્કવાયરી દાખલ કરી હતી. વળી યજ્ઞોશભાઇ દરજીએ આજદિન સુધી ચેતનભાઇને મકાનનુ ભાડુ પણ આપ્યુ નથી.આ અંગે ચેતનભાઇએ જિલ્લા સમાહર્તાને તાજેતરમાં આવેલ લેન્ડ ગ્રેબિંગ એકટ મૂજબ અરજી કરી હતી. જે અરજી માન્ય રાખી જિલ્લા કલેકટરે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યુ છે. આ બનાવ અંગે ચેતનભાઇ નવનીતભાઇ પટેલ રહે,સ્વામીનારાયણ સોસાયટી કપડવંજે યજ્ઞોશભાઇ હિરાભાઇ દરજી વિરુધ્ધ કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.જ્યારે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/325gJs1

0 Response to "કપડવંજમાં વૈદ્યની ખડકી મકાન હડપ કરી લેવાતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel