પાટડીમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો
પાટડી : સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ૪૫ વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવાની કામગીરી ચાલી રહી છ ત્યારે પાટડી તાલુકા આરોગ્ય વિભાગ તરફથી પણ પાટડી તથા તાલુકાના દરેક ગામોમાં ચાલી રહ્યું છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડી તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં ૧૩,૦૦૦થી વધુ લોકોએ કોરોના વેક્સીનનો લાભ લીધો છે ત્યારે આજે ભાજપનો સ્થાપના દિવસ હોઈ પાટડી નગરપાલિકાના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા કડવા પાટીદાર હોલમાં રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાલિકાના તમામ સદ્દસ્યો, કર્મચારીઓ દ્વારા આજે લોકોને રસીકરણ માટે સમજાવી ગામમાંથી અંદાજે ૩૦૦ થી ૪૦૦ લોકો રસી લેશે તેવું આયોજન હાથધરવામાં આવ્યું હતું આ તકે તાલુકા હેલ્થ ઓફીસર રાજકુમાર રમણ તથા પાલિકા પ્રમુખ મૌલેશભાઈ પરીખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા કડવા પાટીદાર હોલ ખાતે રસીકરણ હાથધરાર્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ReA8Vu
0 Response to "પાટડીમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસીકરણ કેમ્પ યોજાયો"
Post a Comment