સરકારી ખરાબાની જમીન સરપંચે વેચી દીધી હોવાનો ગંભીર આક્ષેપ

સરકારી ખરાબાની જમીન સરપંચે વેચી દીધી હોવાનો ગંભીર આક્ષેપ


બગોદરા : અમદાવાદ જીલ્લાના બાવળા અને ધોળકા સહિતના તાલુકાઓમાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે બાવળા તાલુકાના મેણી ગામના સરપંચ દ્વારા સરકારી ખરાબાની જમીન લાગતા-વળગતા અને મળતીયાઓને આપી મોટીરકમ લઈ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે ગામના રહિશે તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરી હતી.

બાવળા તાલુકાના મેણી ગામની સીમમાં આવેલ સર્વે નં.૧૮૧વાળી સરકારી ખરાબાની જમીનમાં સરપંચ રમઝાનભાઈ કેસરભાઈ સમા દ્વારા તેઓના મળતીયા લોકો મહંમદભાઈ ઈસબભાઈ સમા, ઉંમરભાઈ હુશેનભાઈ, હકીમભાઈ ઉંમરભાઈ, સાલીમભાઈ હમીરભાઈ, હમીરભાઈ ગુલાબભાઈ અને શાબુદ્દીનભાઈ હમીરભાઈ સહિતનાઓને સરપંચે વ્યક્તિ દીઠ રૂા.૪ લાખ જેટલી મોટીરકમ લઈ ગેરકાયદેસર રીતે વેચી દીધી હોવાના આક્ષેપ સાથે ગામના સ્થાનીક રહિશ અમીરભાઈ ગુલાબભાઈ સમા દ્વારા બાવળા તાલુકા વિકાસ અધિકારીને લેખીત રજુઆત કરી હતી અને સરપંચ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mxd8wr

0 Response to "સરકારી ખરાબાની જમીન સરપંચે વેચી દીધી હોવાનો ગંભીર આક્ષેપ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel