માંડલના શિક્ષક, તેના પુત્ર સહિત 3 વ્યક્તિ કોરોનામાં સપડાયા

માંડલના શિક્ષક, તેના પુત્ર સહિત 3 વ્યક્તિ કોરોનામાં સપડાયા


અમદાવાદ : રાજ્યમાં અને દેશભરમાં ફરી કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો છે. દેશમાં દિવસેને દિવસે કેસો વધતાં જાય છે. દેશમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યો ફરી લૉકડાઉન તરફ વિચારણામાં છે ત્યારે ગુજરાતમાં પણ કેટલાંક ગામડાંઓ સ્વયંભૂ લોકડાઉન તરફ વળી રહ્યા છે. 

એકબાજુ કોવિશીલ્ડ અને કોવેક્સીન રસીકરણનનો કાર્યક્રમ દેશભરમાં ધમધોકાર ચાલી રહ્યો છે, જે અંતર્ગત વિઠલાપુર આરોગ્ય કેન્દ્રના ડૉ.હેમંતભાઈ રાઠોડનો સંપર્ક કરતાં તેમને જણાવ્યું હતું કે માંડલની અંદર દરરોજ ત્રણ જગ્યાએ વેક્સીનેશનનો કાર્યક્રમ ચાલે છે પરંતુ માંડલ તાલુકામાં હજુ રસીકરણમાં સંખ્યા ઓછી જોવા મળે છે. તેમજ વિઠલાપુર આ. કેન્દ્રમાંથી મળેલ માહિતી અનુસાર તા. પ ના રોજ માંડલ ખાતે ઉમા સોસાયટીમાં રહેતાં પ૦ વર્ષીય શિક્ષક તેમના પુત્ર જેની ઉંમર રપ વર્ષની છે જેઓ બંને વિઠલાપુર ટેસ્ટીંગ માટે આવતાં તેમના કોવિડ-૧૯ ના રીપોર્ટ પોઝીટીવ જણાઈ આવ્યા અને તા. પ ની મોડી સાંજે માંડલના ૬૭ વર્ષીય પુરૂષને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જો  કે ફરી એકવાર માંડલ તાલુકામાં કોરોનાએ પગપેસારો કરતાં લોકોએ ખુબ સાવચેતીની જરૂર છે. લોકોને માસ્ક પહેરવા, સોશીયલ ડીસ્ટન્ટ જાળવવું અને સેનીટાઇઝર, સાબુથી હાથ ધોવા, અને તાવ-શરદી ઉધરસ જણાઈ આવતાં કોરોના ટેસ્ટીંગ કરાવવું જોઈએ અને વેક્શીનેશનનો જેમ બને તેમ ઉપયોગ કરી કોરોનાથી રક્ષણ મેળવવું જોઈએ.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mq62tv

0 Response to "માંડલના શિક્ષક, તેના પુત્ર સહિત 3 વ્યક્તિ કોરોનામાં સપડાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel