સરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટિંગ માટે 6 કિટ આવતા લોકોને ધક્કા

સરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટિંગ માટે 6 કિટ આવતા લોકોને ધક્કા


સરા : મૂળી તાલુકાના સરા ગામે આવેલ પ્રા. આ. કેન્દ્રમાં સરા સહિત ૧૩ ગામો અને ખેતમજુરીયાઓ સરકારી દવાખાનામાં બીમારી સમયે સારવાર અર્થે આવતા હોય છે. અઠવાડિયાથી પ્રા. આ. કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની નિમણુક જ નથી. હાલ કોરોનાએ મચાવેલા આતંક અને વાયરલ ઇન્ફેકશનના વધતા જતા કેસના કારણે દર્દીઓ કોરોના ટેસ્ટ માટે સરકારી દવાખાને આવતા હોય છે પરંતુ કોરોના ટેસ્ટ કરાવવા રેપીડ કિટ નહિ હોવાથી દર્દીઓને ધરમધકો કરવો પડી રહયો છે. 

ગામ બહારગામથી વાહન લઇ આવતા દર્દીઓને વિલા મોઢે પરત ફરવુ પડી રહ્યું છે તબીબ વિનાના સરકારી દવાખાને સ્ટાફ પણ વેલા મોડા આવતા હોવાનુ આધારભુત વર્તુળમાંથી જાણવા મળેલ છે. તા. ૬ એપ્રિલના રોજ રેપીડ કિટ ખલાસ થતા દર્દીઓ અકળાઇ ઉઠયા હતા. જેની જાણ મૂળી તા.પં.ના મહિલા સદસ્ય કિરણબેન વરમોરાને થતા તેમના પતિ અરવિંદભાઇ તેમજ ગ્રા.પં. ના સદસ્ય કાળુભાઇ કોરવાડીયા સરકારી દવાખાને દોડી ગયેલ હતા. દર્દીઓની પુછપરછ કરી સ્ટાફ સાથે વાતચીત કરતા આજે માત્ર ૬ રેપિડ કીટ આવેલ હતી, રેપીડકિટ નહિ હોવાથી ટેસ્ટ કરી શકાશે નહિ. આ બાબતને ગંભીરતાથી લઇ સરા પ્રા. આ. કેન્દ્રમાં તબીબની નિમણુક અને રેપીડ ટેસ્ટ કિટની વધુ માંગ કરવામાં આવશે તેવુ આશ્વાસન આપેલ હતુ. એક તરફ કોરોના કેસો વધતા જાય છે. વાયરલ ઇન્ફેશનના કેસ ઘરે ઘરે છે ત્યારે કોરોના ટેસ્ટ કરાવવા આવતા દર્દીઓને ધરમધકો થતા દર્દીઓના સગા સંબધી પણ રોષે ભરાયા હતા. સરા સહિત આજુબાજુના ગામોના લોકો સરા પ્રા. આ. કેન્દ્રમાં સારવાર અર્થે આવતા હોય છે પરંતુ ખાટલે મોટી ખોટ સરકારી દવાખાને મેડિકલ ઓફિસર જ નહોય ન છુટકે પ્રાઇવેટ દવાખાને જવુ પડે છે જ્યાં બેફામ ફી આપવા મજબુર થવુ પડે છે. હાલ સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસ કહેર મચાવી રહયો છે ત્યારે સરા પ્રા. આ. કેન્દ્રમાં તાકિદે મેડિકલ ઓફિસરની નિમણુક તેમજ કોરોના ટેસ્ટની રેપિડ કિટની વધુ ફાળવણી આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોકમાંગ પ્રવર્તી રહી છે.  



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PFzShQ

0 Response to "સરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટિંગ માટે 6 કિટ આવતા લોકોને ધક્કા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel