કોરોના સારવાર માટે ૧૦ તાલુકામાં ૫૦ બેડની વ્યવસ્થા ઉભી કરાશે
ભુજ, સોમવાર
સમગ્ર રાજયની સાથે કચ્છમાં પણ ધીરે ધીરે કોરોના મહામારી ફરી માથું ઉંચકી રહી છે ત્યારે અગમચેતીના પગલા સ્વરૃપે કલેકટર કચેરી ખાતે કોરોના રિવ્યું મિટીંગ યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં વાઈરસ પર કાબુ મેળવવા વિવિાધ પગલા ભરવા સુચના જારી કરાઈ હતી.
આ તકે રાજયમંત્રીએ રાપરમાં વેકિસનેશનની ધીમી ગતિ, નગરપાલિકાઓમાં વેકિસનેશનની સિૃથતિ, સેનેટાઈઝેશન અને માસ્ક વિતરણની કામગીરી વગેરે મુદાઓ અંગે સમીક્ષા કરી સંલગ્ન વિભાગના અિધકારી પાસેાથી માહિતી મેળવી હતી. તો સાથે કોરોનાનો ઉપચાર કરતી ખાનગી હોસ્પિટલની સુવિાધાઓ તાથા ત્યાં પ્રજાનું શોષણ ન થાય તે માટે મોનીટરીંગ માટે જિલ્લા સ્તરે કલેકટરની અધ્યક્ષતામાં એક કમીટીની રચના કરવા કલેકટરને સુચન કર્યુ હતું. ઉપરાંત કોરોનાના વાધતા કેસોને ધ્યાનમાં રાખી દરેક તાલુકામાં ૫૦ બેડની વ્યવસૃથા ઉભી કરવા પણ સુચન કર્યુ હતું.
સાંસદ વેકિસનેશનની કામગીરીને વાધુ ઝડપી બનાવવા તેમજ લોકોને વાધુ જાગૃત કરવા માટે આ કામગીરીમાં વાધુને વાધુ સામાજિક સંસૃથાઓ, વિવિાધ સંગઠનો તેમજ જે તે ક્ષેત્રના પદાિધકારીઓને સાંકળવા માટે સૂચન કર્યુ હતું. સાથે તેમણે વિવિાધ સરકારી વિભાગોમાં થયેલી વેકિસનેશનની માહિતી પણ મેળવી હતી. અંજાર-ગાંધીધામ ધારાસભ્યે પ્રાથમ ડોઝની સામે બીજો ડોઝ લેનારાની સંખ્યા ઓછી હોવાનું કારણ મેળવી તે અંગે જરૃરી કામગીરી કરવા સુચન કર્યુ હતું. સાથે કોરોનાના વાધતા કેસના પગલે બિનજરૃરી સામાજિક કાર્યક્રમ પર નિયંત્રણ રાખવું જોઇએ તેવું સુચન કર્યુ હતું.
આ બેઠકમાં કલેકટરે રિક્ષા દ્વારા માઇક સિસ્ટમાથી કોરોના અંગેની જાગૃતિ માટે જે કામગીરી કરવામાં આવે છે તે હજુ વાધુ સારી કેવી રીતે કરી શકાય તે અંગે મંતવ્યો મેળવી જરૃરી સુચનો કર્યા હતા. દરેક વોર્ડમાં, જાહેર જગ્યાઓ તેમજ રસ્તાઓ પર આવી રીક્ષા દ્વારા સંદેશો પહોંચાડવામાં આવે તેવું સુચન કર્યુ હતું. ઉપરાંત રિક્ષાનો સમયગાળો પણ આખા દિવસનો કરવા માટે તમામ અિધકારીઓને સુચના આપી હતી. આ ઉપરાંત સિવિલ સર્જન તાથા જિલ્લા આરોગ્ય અિધકારીએ કોરોનાની હાલની પરિસિૃથતિ તેમજ વેકિસનેશનની કામગીરી અંગે જરૃરી તમામ માહિતી રજુ કરી હતી. સાથે દવાના સ્ટોક, વેન્ટિલેટર્સ, બેડ વગેરેની ઉપલબૃધતા અંગે માહિતી આપી હતી. તેમજ વેકિસનેશન કામગીરીને હજુ વાધુ ઝડપી બનાવવા તેમજ તેના અંગેની જાગૃતિ વાધારવા કાઉન્સેલિંગ તેમજ વેબીનાર વગેરેને જરૃરી ગણાવ્યા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dE2Bvu
0 Response to "કોરોના સારવાર માટે ૧૦ તાલુકામાં ૫૦ બેડની વ્યવસ્થા ઉભી કરાશે"
Post a Comment