રાપર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક વિના ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી

રાપર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક વિના ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી

ભુજ, સોમવાર

હાલ કોવિડ-૧૯ અંતર્ગત કોરોના વાયરસનો કચ્છ સહિત કચ્છ રાજ્યમાં અજગરી ભરડો વધુ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યના પોલીસ વડાએ સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્રને માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. 

કચ્છમાં વકરતા કોરોના વચ્ચે સરકારી ગાઈડલાઈનનો ભંગ કરી જાહેર માર્ગો પર માસ્ક વગર ફરતા લોકો સામે રાપર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી. પુર્વ કચ્છના પોલીસ વડાની સુચનાથી રાપર શહેરના દેનાબેંક ચોક, સલારી નાકા મુખ્ય બજાર, એસ.ટી. ડેપો, માલીચોક સહિતના એરિયામાં ઉગાડા મોઢે ફરતા લોકો અને સામાજિક અંતરનો ભંગ કરતા લોકોને દંડકીય કાર્યવાહી સાથે કડક ચેતવણી પણ આપવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા કરાયેલી આ કામગીરી અંગે ઘણા સૃથાનિક રાજકીય નેતાઓ તાથા કોરોના પ્રત્યે બેદરકારી દાખવતા લોકોમાં નારાજગી પ્રવર્તી હતી. જ્યારે જાગૃતો દ્વારા તંત્રની આ કામગીરીને બિરદાવી સોશીયલ નેટવર્કીંગમાં પણ આવકારવામાં આવી હતી. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R0OcBI

0 Response to "રાપર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક વિના ફરતા લોકો સામે દંડનીય કાર્યવાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel