ભુજમાં ટેન્કરરાજ શરૃ : વર્ધી વધતા પાલિકાએ ટેન્કર નોંધણી બંધ કરી દીધી

ભુજમાં ટેન્કરરાજ શરૃ : વર્ધી વધતા પાલિકાએ ટેન્કર નોંધણી બંધ કરી દીધી

ભુજ, સોમવાર 

ભુજમાં ઉનાળા થકી પાણીની મોકાણ સર્જાઈ છે. રાતોરાત ટેન્કરોની નોંધણી પાલિકામાં આસમાને પહોંચી જતાં હિંમત હારી ગયેલી સુાધરાઈને આખરે નોંધણી બંધ કરી દેવાની ફરજ પડી છે. જેના કારણે પાણી વગર તરસતા લોકોને ખાનગી ટેન્કરો મંગાવવની નોબત આવી છે. ભાડાના ટેન્કરો વાધારવાની તસ્દી ન લઈને પાલિકા ખાનગી ટેન્કર સંચાલકોને  ફાયદો પહોંચાડતી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. 

ભુજનો મોટાભાગનો વિસ્તાર પાણીની સમસ્યા સામે ઝુઝી રહ્યો છે. નવી બોડીએ શાસન સંભાળ્યું ત્યારે પાણી સંગ્રહના પુરતા સમ્પ ન હોવાથી આ વર્ષે સમસ્યા સર્જાશે પરંતુ આવતા વર્ષ સુાધી તેને હલ કરી લેવાશે તેવું વચન આપ્યું હતું.પાણીની તંગી વચ્ચે સુાધરાઈ પોતાના ટેન્કરો દોડાવે છે. જેમાં રૃ.૧૦૦ ભરીને લોકો ટેન્કર મંગાવી શકે છે. જ્યારે એ જ ટેન્કર ખાનગીમાં રૃ.૩૦૦માં લોકોને લેવા પડે છે. ત્યારે સીધી ગણતરી મુજબ તંગીને પહોંચી વળવા ભાડાના ટેન્કરોની સંખ્યા વાધારવાની તાતી જરૃરીયાત છે. આ મુદે વિપક્ષે રજુઆત પણ કરી હતી, પરંતુ આ તરફ જાણીબુઝીને ધ્યાન ન આપીને પાલિકા ખાનગી ટેન્કર દોડાવતા સંચાલકોને ફાયદો કરાવી રહી હોય તેવું સમજાઈ રહ્યું છે. હાલે સુાધરાઈમાં ટેન્કરની નોંધણી ૫૦૦ આસપાસ પહોંચી ગઈ છે, પાલિકા પાસે એક મોટું ટેન્કર અને બે નાના ટેન્કર છે. આટલા ઓછા સંશાધનો વચ્ચે આવતા ૩ અઠવાડીયા સુાધી વાર્ધીને પહોંચી વળવું મુશ્કેલ બન્યું છે. જેાથી અંતે સુાધરાઈને નવી વાર્ધીની નોંધણી જ સંપુર્ણ બંધ કરી નાખતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.

નવી અરજી નોંધાવવા આવતા લોકોને રૃ.૩૦૦ ખર્ચીને ખાનગી ટેન્કર મંગાવવાની નોબત આવી છે. જે વાર્ધી પાલિકા પુરી કરે છે તેમાં પણ અરજદારોને ૩ દિવસે ટેન્કર માંડ પહોંચાડી શકે છે. ત્યારે તાત્કાલિક અસરાથી આ મુદે બેઠક કરીને ટેન્ડર દ્વારા અછત ધરાવતા વોર્ડ દિઠ એક ટેન્કર ભાડે રાખવામાં આવે તેવી માંગણી ઉઠી છે.કોરોનાકાળમાં એકતરફ ટેક્સ ભરવા ઉપરાંત મોંઘા ટેન્કર મંગાવવાનો ખર્ચ  આિાર્થક કમર ભાંગનારો છે. ત્યારે પાલિકા લોકહિત સાચવીને આયોજન કરે તે જરૃરી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uumxYz

0 Response to "ભુજમાં ટેન્કરરાજ શરૃ : વર્ધી વધતા પાલિકાએ ટેન્કર નોંધણી બંધ કરી દીધી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel