નિખિલ દોંગા કેસમાં મદદગારી કરનારા વધુ ત્રણ શખ્સો ઝડપાયા

નિખિલ દોંગા કેસમાં મદદગારી કરનારા વધુ ત્રણ શખ્સો ઝડપાયા

ભુજ, સોમવાર

શહેરની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકના ગુનાના કુખ્યાત આરોપી નિખિલ દોંગાના ફરાર થઇ જવાના કેસમાં મદદગારી કરનારા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.દોંગા ફરાર કેસ બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ માથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. 

ત્યારે નિખિલ દોંગાને ભગાડવાના કાવતરામા સામેલ અને મદદગારી કરનાર અન્ય ત્રણ આરોપીઓની સંડોવણી તપાસમાં સામે આવી છે જે આરોપીઓને ઝડપી પાડીને પોલીસે પુછપરછ કરતા તેઓએ ગુનાનો એકરાર કર્યો હતો. પોલીસે ઝડપેલા ત્રણ આરોપીઓ રાજકોટના ૨૮ વષય નિકુંજ તુલશીભાઇ દોંગા, ગોંડલના ૨૯ વષય મોહિત ઉર્ફે મુંડો રમેશભાઈ સખીયા અને રાજકોટના ૩૦ વષય પાર્થ ઉર્ફે લાલો બિપીનભાઈ ધાનાણીનો સમાવેશ થાહ છે જેઓની ધરપકડ કરી પોલીસે ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર  ભુજ કોર્ટમાં રજૂ કર્યા હતા. નામદાર કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓના આગામી તારીખ ૯મી એપ્રીલ સુાધીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં નિખિલ દોંગા અને તેના અન્ય ત્રણ સાગરીતો નૈનિતાલાથી ઝડપાયા હતા જે બાદ અન્ય બે ની પણ ધરપકડ થઈ હતી આ ઉપરાંત બે પીએસઆઇ સહિત ૪ પોલીસ કર્મચારીઓ પણ ઝડપાઇ ચુક્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ut3tto

0 Response to "નિખિલ દોંગા કેસમાં મદદગારી કરનારા વધુ ત્રણ શખ્સો ઝડપાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel