યુનિવર્સિટીમાં યુજી, પીજીની પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઇ
- સેમ-૩-૫ની પરીક્ષા ૧૯-૪ના અને રીપીટર સેમ-૧ની પરીક્ષા ૬-૫ના લેવા આયોજન
એમ.કે. ભાવનગર યુનિવર્સિટી દ્વારા સરકારની ગાઇડલાઇન મુજબ તા.૧૦ એપ્રિલ સુધી શૈક્ષણિક કાર્ય સ્થગિત કરાતા તા.૬ થી યુજી, પીજી સેમ-૩-૫ની પરીક્ષાઓ પણ બંધ રહી છે ત્યારે આ પરીક્ષા આગામી તા.૧૯-૪ના અને રીપીટર પરીક્ષાઓ ૬-૫ થી લેવા તખ્તો ઘડાઇ રહ્યો છે.
સરકારની કોવિડ-૧૯ની ગાઇડલાઇનને ધ્યાને લઇને ૬-૪-૨૧ના રોજ યુજી સેમેસ્ટર-૩ અને ૫, પીજી સેમેસ્ટર-૩ તેમજ બી.એડ. સેમેસ્ટર-૩ અને બી.એડ. (એચ.આઇ.) સેમેસ્ટર-૩ની રીપીટર પરીક્ષાઓ તથા એલ.એલ.બી.ની સેમેસ્ટર ૧, ૩, ૫ અને ૬ની અને એમ.બી.એ. સેમેસ્ટર-૧ તથા એમ.સી.એ. સેમ-૧ની પરીક્ષાઓ તત્કાળ પુરતી મોકુફ રાખવામાં આવેલ હતી જે પરીક્ષાઓ હવે તા.૧૯-૪-૨૧ના રોજ લેવાશે જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી યુનિ.ની વેબસાઇટ પર મુકવામાં આવશે.
અગાઉના શેડયુઅલમાં યુનિ. દ્વારા જાહેર કરવામાં આવેલ તા.૧૯-૪-૨૧ના રોજ લેવાનારી રીપીટર પરીક્ષાઓ જેમાં પીજી સેમ-૧, યુજી સેમ-૧ અને ડિપ્લોમા સેમ-૧ અને ૩ની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવેલ હતું જે હવે ૬-૫ના રોજ લેવામાં આવશે જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. જો કે, હજુ સેમ-૧ના ૮૦ પરિણઆમોમાંથી માંડ ૨૦ જેટલા જાહેર કરાયા છે ત્યારે જો પરીક્ષાનું આયોજન હોય જ તો આગામી દિવસોમાં વહેલી તકે બાકીના પરિણામો પણ જાહેર કરવા અનિવાર્ય બને છે. જે દિશામાં યુનિ. પણ હરકતમાં હોવાનું સુત્રોમાંથી જણાયું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OfkIzd
0 Response to "યુનિવર્સિટીમાં યુજી, પીજીની પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઇ"
Post a Comment