વડોદરામાં વૃધ્ધ દંપતીના ઘરે લૂંટના ઇરાદે જતા ત્રણ શખ્સો વાસદ પાસેથી પકડાયા

વડોદરામાં વૃધ્ધ દંપતીના ઘરે લૂંટના ઇરાદે જતા ત્રણ શખ્સો વાસદ પાસેથી પકડાયા


- આંતરરાજ્ય ચોરી લૂંટ કરનાર ગેંગના બંને શખ્સો પાસેથી પિસ્તોલ, જીવતા કારતૂસ, ખંજર, મરચું પાવડર સહિતના સાધનો જપ્ત કરાયા

આણંદ


વડોદરા ખાતે એકલા રહેતા સીનીયર સીટીઝન દંપત્તીને ઘરે રેકી કરી લૂંટ કરવાના ઈરાદે જતા બે આંતરરાજ્ય ચોરી-લૂંટ કરનાર ટોળકીના સાગરીતોને વાસદ પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી પિસ્તોલ, જીવતા કારતૂસ, ખંજર, મરચુ પાવડર જેવા લૂંટના સાધનો અને ચોરીની મોટરસાયકલ મળી કુલ્લે રૂા.૮૦૨૬૫નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ શખ્શોની વધુ પુછપરછ હાથ ધરી વડોદરા ખાતે દોડી જઈ અન્ય સાગરીતને પણ ઝડપી પાડયો છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ને.હા.નં.૪૮ ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર વોચ રાખી મિલ્કત સંબંધી ગુનાઓ કરનાર ગુનેગારોને પકડવા માટે પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એક નંબર પ્લેટ વગરની મોટરસાયકલ ઉપર જઈ રહેલ બે શખ્શોને પોલીસે શંકાને આધારે અટકાવ્યા હતા. પોલીસે તેઓની પુછપરછ કરતા તેઓ અન્ય શખ્શ કે જેણે વડોદરાના મિરાજ મોલ સામે આવેલ એક સોસાયટીના બંગલામાં એકલા રહેતા સીનીયર સીટીઝન દંપતીને ત્યાં કુલીંગ કામ કરેલ જ્યા મોટી રકમ મળવાની સંભાવના હોઈ ઝડપાયેલ બંને શખ્શો ઉપરોક્ત માહિતી બાબતે બોલાવી અગાઉ રેકી કરી ત્યાં લૂંટ કરવાના ઈરાદે જતા હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસની ટીમે વડોદરા ખાતે પહોંચી ગઈ હતી અને અન્ય સાગરીતને પણ ઝડપી પાડયો હતો.

પોલીસે ઝડપી પાડેલ શખ્શો આંતરરાજ્ય ચોરી-લૂંટ કરનાર ટોળકી સાથે રહી મકાનોની રેકી કરી રોકડા  રૂપિયા તેમજ કિમતી ચીજવસ્તુઓ અને મોટરસાયકલની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.  પોલીસે તેઓની પાસેથી ગેરકાયદેસર હથિયાર તેમજ લૂંટ કરવાના સાધનો અને ચોરીની મોટરસાયકલ કબ્જે લઈ એક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે તેમજ સીનીયર સીટીઝન દંપતી એકલા રહેતા હોઈ તેમને ઘરે લૂંટ કરવાના પ્લાનને નિષ્ફળ બનાવી આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ વાસદ પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાસદ પીએસઆઈ શું કહે છે ?

વધુમાં વાસદના પીએસઆઈએ જણાવ્યું હતું કે, પકડાયેલ ત્રણ શખ્શો પૈકી દિનેશ નારાયણલાલ ગુર્જર રીઢો ગુનેગાર હોવાનું અને રાજસ્થાનના કેલવા પોલીસ મથકમાં નોંધાયેલ બે ઘરફોડ ચોરીઓમાં સંડોવણી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વધુમાં મકરપુરા પોલીસ મથકની હદમાંથી મોટરસાયકલની ચોરી કરી હોવાની વિગત ઉજાગર થવા પામી છે.

કોની કોની ધરપકડ કરાઈ

પોલીસે પકડાયેલ શખ્શોની વધુ પુછપરછ કરતા આ ત્રણેય શખ્શો દિનેશભાઈ નારાયણલાલ કેશાજી ગુર્જર (ઉં.વ.૧૯) (રહે.પનોતીયા સ્કુલની પાસે, તા.અમેઠી, જી.રાજસમંદ, રાજસ્થાન), હિમ્મત નરોજી પોકરજી ગુર્જર (ઉં.વ.૨૧) (રહે.ગુનીયા, તળાવ પાસે, તા.દેવગઢ, જી.રાજસમંદ, રાજસ્થાન) અને કિશોર અર્જુનભાઈ લાદુજી તોસવાડા (ઉં.વ.૨૬) (રહે.એ-૪૨, જય જલારામ નગર સોસાયટી, પંચવટી સર્કલ, ગોરવા, વડોદરા) હોવાનું ખુલવા પામ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mbic9H

0 Response to "વડોદરામાં વૃધ્ધ દંપતીના ઘરે લૂંટના ઇરાદે જતા ત્રણ શખ્સો વાસદ પાસેથી પકડાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel