લીંબડીમાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાતા નાના ધંધાર્થીઓ નારાજ
લીંબડી : સુરેન્દ્રનગર જીલ્લામાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકો તેમજ વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે ત્યારે લીંબડી શહેરી વિસ્તારમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ રોકવા અગાઉ ૭ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જે પૂર્ણ થઈ ગયા બાદ ફરી વેપારીઓની બેઠક યોજાઈ હતી જેમાં ૭ દિવસન લોકડાઉન લંબાવ્યું હતું પરંતુ લોકડાઉન લંબાવવાથી છુટક ધંધાર્થીઓને હાલાકી પડી રહી હોય આ અંગે વિરોધ કર્યો હતો અને નારાજગી જોવા મળી હતી આથી બપોરના ૨-૦૦ વાગ્યા સુધી ધંધો અને રોજગાર શરૂ રાખવામાં આવી રહ્યાં છે.
આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લીંબડી શહેરી વિસ્તારમાં વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણને રોકવા વેપારીઓ અને દુકાનદારો સાવચેત બન્યા હતા અને કોરોના વાયરસની ચેઈન તોડવા અગાઉ વેપારીઓ દ્વારા ૭ દિવસના લોકડાઉનનો સ્વૈચ્છિક નિર્ણય કરવામાં આવ્યો હતો જે દરમ્યાન ૭ દિવસ સુધી લીંબડી શહેરની બજારો અને દુકાનો સંપૂર્ણ બંધ રહી હતી. ત્યારે ૭ દિવસના લોકડાઉન બાદ ફરી વેપારીઓ અને દુકાનદારો સહિત અધિકારીઓની બેઠક યોજાઈ હતી જેમાં વધુ ૭ દિવસના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ વધુ ૭ દિવસ સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયનું અમુક વેપારીઓ અને દુકાનદારોએ સમર્થન આપ્યું નહોતું અને તમામ વેપારીઓની સહમતી વગર નિર્ણય લીધો હોવાનું જણાવી સ્વૈચ્છિક નિર્ણયનો વિરોધ કર્યો હતો તેમજ સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવાને બદલે અમુક વેપારીઓ સ્વૈચ્છિક રીતે નિર્ણય લેતા હોય અનેક નાના ધંધાર્થઓ તેમજ શાક માર્કેટના છુટક ધંધાર્થીઓને હાલાકી પડી રહી છે અને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ સ્વૈચ્છિક લોકડાઉનના કારણે મુશ્કેલી પડતાં નરાજગી દર્શાવી હતી અને બપોરના ૨-૦૦ વાગ્યા સુધી અને શાક માર્કેટ ખુલ્લી રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેન પગલે શાક માર્કેટ સહિત લીંબડી શહેરની અમુક દુકાનો ખુલ્લી રહી હતી આમ લીંબડી શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન લંબાવતા નાના વેપારીઓ સહિત શાક માર્કેટના ધંધાર્થીઓ સહિતનાઓએ વિરોધ કર્યો હતો અને બપોરના ૨-૦૦ વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉનની અસર જોવા મળી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uYmZ1o
0 Response to "લીંબડીમાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લંબાવાતા નાના ધંધાર્થીઓ નારાજ"
Post a Comment