વિરમગામમાં કાળમૂખા કોરોનાનો તરખાટ : વધુ 6 વ્યક્તિને ભરખી ગયો
અમદાવાદ : વિરમગામ શહેર સહિત પંથકમાં કોરોના સંક્રમિતોથી મૃત્યુઆંક દરરોજ સામે આવી રહ્યો છે જેમાં આજરોજ વિરમગામ શહેરની ખાનગી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર દરમિયાન મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે.
જેમાં આજરોજ ૨૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ એક મહિલા સહિત કુલ છ દર્દીઓના કોવિડની સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા છે. અનેક દર્દીઓ વિરમગામ શહેરની કોવિડની સારવાર ચાલી રહી છે. આજરોજ થયેલા મૃત્યુ પર વાત કરીએ તો વિરમગામ શહેરના નગરપાલિકાના પૂર્વ કર્મચારી અને જૈન સમાજના સેવાભાવી અગ્રણી રમેશભાઈ શાહનું કોરોનાની સારવાર દરમિયાન સુરેન્દ્રનગર ખાતે મોત નિપજ્યું છે. જ્યારે વિરમગામ શહેરના ઐતિહાસિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પુજારી મહંત જગદીશ ગીરીબાપુનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયાના સમાચાર મળી રહ્યા છે. આજરોજ એક મહિલા સહિત કુલ છ વ્યક્તિઓના કોરોનાની સારવાર દરમિયાન વિરમગામ ખાતે હોસ્પિટલમાં મોત નિપજયા હતા. જેમાં વિરમગામ શહેરના સાર્વજનિક શિવમહેલ સ્મશાન ગૃહ ખાતે મૃત્યુ અંતર્ગત એક મહિલા સહિત ત્રણ લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે જ્યારે એક વ્યક્તિના કોરોનાથી મૃત્યુ બાદ સમાધિ પણ આપવામાં આવી છે. વિરમગામ શહેર સહિત પંથકમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે ત્યારે દરરોજ કોરોના સંક્રમિત તેની સાથોસાથ મૃત્યુ દર પણ વધી રહ્યો છે તેવામાં વિરમગામ શહેરની તમામ ર્બપૈગ-૧૯ સારવાર અંતર્ગત તમામ હોસ્પિટલો હાઉસફૂલ જોવા મળી રહી છે તેવામાં વિરમગામ શહેર સહિત પંથકના પ્રજાજનોએ પણ જાગૃતિ દાખવવી અનિવાર્ય છે. ખાસ ફરજિયાત માસ્ક પહેરવું તેમજ જાળવવું સહિતની કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવુ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3x9AQ6N
0 Response to "વિરમગામમાં કાળમૂખા કોરોનાનો તરખાટ : વધુ 6 વ્યક્તિને ભરખી ગયો"
Post a Comment