વિરમગામ તાલુકામાં કોરોનાએ ફરી મો ફાડયું : વધુ 2 સંક્રમિતોના મોત
અમદાવાદ : વિરમગામ શહેર સહિત પંથકમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેની સામે મૃત્યુઆંક પણ વધારો થઈ રહ્યો છે. ગતરોજ વિરમગામ તાલુકામા સરકારી આંકડાઓ મુજબ ૭ કેસો નોંધાયા છે.
પ્રાપ્ત વિગત અનુસાર વિરમગામ શહેરમાં ગતરોજ સૂર્યગોવિંદ સોસાયટી વિસ્તારમાં એક પુરુષનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યુ જ્યારે આજરોજ વિરમગામ શહેરના ભરવાડી દરવાજા અંદર વ્હોરાફળીના એક પુરુષનુ કોરોના સારવાર દરમિયાન મોત નિપજ્યાંના સમાચાર મળી રહ્યા છે.
વિરમગામ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં કોવિડ-૧૯ના દર્દીઓ માટે સારવાર માટે તંત્ર દ્વારા આશરે તૈયાર કરવામા આવેલ ૪૫ જેટલા બેડો પણ દર્દીઓથી ભરાઇ ગયા છે બીજી બાજુ ઓક્સિજનની સાથોસાથ વેન્ટિલેટરની તાતી જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે કોરોનાના વઘતા સંક્રમણની સાથોસાથ કોરોના દર્દીઓના મૃત્યુઆંક પણ વઘી રહ્યો છે જે ચિંતાજનક છે ત્યારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને લઈને લોકોની ચિંતા વધારી દીધી છે તેવામાં વિરમગામ શહેરમાં કોવિડ દર્દીઓ માટે વધુ ને વધુ સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી વિરમગામ શહેરીજનોની માંગ ઉઠવા પામી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3v1EE8y
0 Response to "વિરમગામ તાલુકામાં કોરોનાએ ફરી મો ફાડયું : વધુ 2 સંક્રમિતોના મોત"
Post a Comment