લીંબડીમાં કોરોનાગ્રસ્ત પરિવારજનોને મફત ભોજન આપવાનો સેવાયજ્ઞા
લીંબડી : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાને લઈ કોરોના પોઝીટીવ દર્દીઓ સહિત પરિવારજનોને હાલાકી પડી રહી છે ત્યારે આવી મહામારીમાં સેવાના હેતુથી લીંબડી અખીલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા કોરોના દર્દીઓના પરિવારજનો માટે નિઃશુલ્ક ભોજન સેવાની કામગીરી શરૂ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ લીંબડી શહેર તેમજ આસપાસના ગામોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કોરોના પોઝીટીવ દર્દીઓને હોસ્પીટલ અથવા હોમ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ જે પરિવારમાં કોરોના પોઝીટીવ આવ્યો હતો તેઓને હાલાકી પડી રહી છે ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં કોરોના દર્દીઓને મદદરૂપ થવાના હેતુથી લીંબડી ખાતે અખીલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા વિનામુલ્યે ભોજન સેવાનો સેવાયજ્ઞા હાથધર્યો છે જેમાં લીંબડી શહેરી વિસ્તારમાં રહેતાં હોય અને હોમ ક્વોરન્ટાઈન થયેલ હોય તેમજ રસોઈ બનાવી ન શકે તેવા પરિવારોના ઘર સુધી નિઃશુલ્ક સાત્વીક ભોજનનું ટીફીન ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્યમાં માનવ નિગરાની સમિતિના અંબારામભાઈ ચૌહાણ, ઈલેશભાઈ ખાંદલા, નટુભા ઝાલા, કલ્પેશભાઈ વાઢેર, નજીરહુશેન સોલંકી, નંદકિશોર ચૌહાણ, ડી.યુ.પરમાર, વિપુલભાઈ શાહ અને નિલેશ ચાવડા સહિતના હોદેદેદારો અને આગેવાનો સહિત યુવાનો જોડાયા છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mVy7Jz
0 Response to "લીંબડીમાં કોરોનાગ્રસ્ત પરિવારજનોને મફત ભોજન આપવાનો સેવાયજ્ઞા"
Post a Comment