બિનકાયદેસર કબજો કરતા 3 ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો

બિનકાયદેસર કબજો કરતા 3 ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો

વાવ, તા.17

સુઇગામ તાલુકાના કાણોઠી ગામમાં માલિકીના બિનખેતી પ્લોટમાં ૩ ઈસમોએ બિનકાયદેસર કબજો કરતાં જિલ્લા કલેકટરના આદેશના પગલે ૩ ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ સુઇગામ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુઇગામ તાલુકાના કાણોઠી ગામના શૈલસિંહ અનૌપસિંહ ચૌહાણની ગામ નજીક આવેલ બિનખેતી પ્લોટ પર ગામના સેંધાભાઈ હેમરાજભાઈ કલાલ,પારુબેન સેંધાભાઈ કલાલ તેમજ જેહાભાઈ હેમરાજભાઈ કલાલે તેમની માલિકીના પ્લોટમાં બિનકાયદેસર કબજો કરી તેમાં ઉકરડો તેમજ પથ્થર નાખેલ હોઈ,આ અંગે અરજદારે સંબંધિત અધિકારીઓ સહિત જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરતાં દસ્તાવેજી પુરાવાના આધારે મેં.જિલ્લા કલેકટરે બિનકાયદેસર કબજો કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા હુકમ કરતાં અરજદારે ત્રણેય ઈસમો વિરુદ્ધ સુઇગામ પોલીસ સ્ટેશને લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો નોંધાવ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3v03ANo

0 Response to "બિનકાયદેસર કબજો કરતા 3 ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel