માંડલની અંબિકાનગર સોસાયટીમાં કોરોનાના 11 કેસ : 2 વ્યક્તિનાં મોત
અમદાવાદ : આજે રામનવમીનો તહેવાર છે અને ચૈત્રી નવરાત્રનો છેલ્લો દિવસ છે પણ માંડલની અંબિકાનગર સોસાયટીમાં આજે ન તો કોઈ તહેવારોની ઉજવણી કરાઈ કે ન તો કોઈ આનંદ ઉલ્લાસ આ સોસાયટીમાં આજે માત્ર કરુણતા જોવા મળી.
આજે આ સોસાયટીના બે રહીશોએ પોતાની જીવનની બાજીને સંકેલી લીધી છે. આ સોસાયટીમાં ચેરમેન રાજેન્દ્ર શાહના જણાવ્યા અનુસાર હાલમાં ૧૧ કેસ એક્ટિવ છે જે પોતાના ઘરે જ હોમ આઇસોલેટ છે અને સારવાર લઈ રહ્યા છે. ચેરમેન અને સોસાયટી ટીમ દ્વારા અંબિકાનગર સોસાયટીમાં બહારથી આવતાં લોકો પર પ્રતિબંધ મુકાયો છે, આ સોસાયટીના રહીશોએ કામ સિવાય બહાર નીકળવું નહીં તેમજ સોસાયટીમાં આવતાં ફેરિયાઓએ પણ માસ્ક પહેરીને જ આવવાનું રહશે તેવો નિર્ણય લેવાયો હતો. આજે આ સોસાયટીમાં બે લોકોના મૃત્યુ પામ્યા હતા, આ સોસાયટીમાં વધારે કેસો હોવાથી માંડલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સોસાયટીમાં દરેક રહીશોને ઘર સેનીટાઈઝ કરાયા હતા, સોસાયટીમાં આવેલ અંબાજી માતાજીનું મંદિર સહિત આખી સોસાયટીમાં દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nb9b0Y
0 Response to "માંડલની અંબિકાનગર સોસાયટીમાં કોરોનાના 11 કેસ : 2 વ્યક્તિનાં મોત"
Post a Comment