ક્રાઇમ બ્રાંચનો માનવતાવાદી અભિગમ: કાળાબજારીયા પાસેથી મળેલા રેમેડિસિવર સરકારી હોસ્પિટલને ફાળવવા કોર્ટમાં અરજી
કાળાબજારમાં સંડોવાયેલા પરવટ પાટીયાના મહેશ અને હિરેનની શોધખોળ જારીઃ બંને ઝડપાયા બાદ અન્યના નામે ખુલે તેવી શકયતા
સુરત
કોરોના સક્રમિત દર્દીઓ માટે અત્યંત જરૂરી એવા રેમેડિસિવર ઇન્જ્કેશનના કાળાબજારીઓ પાસેથી કબ્જે લેવામાં આવેલા 12 ઇન્જ્કેશન સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળના કોરોનાનાજરૂરિયાતમંદ દર્દીઓને મળી રહે તે માટે ક્રાઇમ બ્રાંચે માનવતાવાદી અભિગમ દાખવી કોર્ટમાં અરજી કરી ઇન્જ્કેશનને સરકારી હોસ્પિટલમાં ફાળવી આપવાની માંગણી કરી છે.
કોરોના સક્રમિત દર્દીઓ માટે અત્યંત જરૂરી એવા રેમેડિસિવર ઇન્જ્કેશનના કાળા બજાર કરનારને ડમી ગ્રાહક મોકલાવી ક્રાઇમ બ્રાંચે કલ્પેશ રણછોડ મકવાણા, ગોડાદરાની ફ્યુઝન પેથોલોજી લેબના કર્મચારી પ્રદીપ ચકોરભાઇ કાતરીયા અને માલિક શૈલેષ જશાભાઇ હડીયા, નિતીન જશાભાઇ હડીયા ઉપરાંત યોગેશ બચુભાઇ કવાડ તથા વિવેક હિંમ્મત ધામેલીયાને ઝડપી પાડી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ તમામની પુછપરછમાં તેમણે અત્યાર સુધી 40 ઇન્જ્કેશનના કાળાબજાર કર્યાની અને પરવટ પાટીયાના મહેશ અને હિરેન નામની વ્યક્તિની સંડોવણી બહાર આવી છે. હાલમાં પોલીસ દ્વારા મહેશ અને હિરેનની શોધખોળ કરવામાં આવી રહી છે.
બીજી તરફ પોલીસે ઇન્જ્કેશન કબ્જે કર્યાની સાથે ડ્રગ ઇન્સ્પેક્ટર પાસે તેનું વેરિફીકેશન કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરી હતી. બીજી તરફ હાલમાં રેમેડિસિવર ઇન્જ્કેશનની અછત છે તેવા સંજોગોમાં પોલીસે કબ્જે લીધેલા 12 ઈન્જ્કેશન કોરોનાના જરૂરિયાતમંદ દર્દીને ઉપયોગમાં આવે તે હેતુથી ક્રાઇમ બ્રાંચે માનવતાવાદી અભિગમ દાખવી કોર્ટમાં અરજી કરી છે.
ક્રાઇમ બ્રાંચે કરેલી અરજીમાં જણાવ્યું છે કે હાલમાં કોરોનાનું સક્રમણ વધુ છે અને દર્દીઓ માટે ઇન્જ્કેશન જરૂરી છે તેવા સંજોગોમાં કબ્જે કરવામાં આવેલા ઇન્જ્કેશન સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓને મળી રહે તે માટે યોગ્ય હુકમ કરવાની માંગણી કરી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sCe1Fn
0 Response to "ક્રાઇમ બ્રાંચનો માનવતાવાદી અભિગમ: કાળાબજારીયા પાસેથી મળેલા રેમેડિસિવર સરકારી હોસ્પિટલને ફાળવવા કોર્ટમાં અરજી"
Post a Comment