કોરોનાના કપરા કાળમાં ડુમાણાના યુવાનો દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ
અમદાવાદ : વિરમગામ તાલુકાના ડુમાણા ગામના વતની તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને સરપંચ સહિત યુવાનોએ વિરમગામ સ્મશાન ગૃહ ખાતે લાકડા દાન કર્યુ છે.
વિરમગામ શહેર સહિત પંથકમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવ્યો છે જેમાં દિનપ્રતિદિન મૃત્યુનો આંક વધી રહ્યો છે તેવામાં વિરમગામ ખાતે આવેલા સાર્વજનિક સ્મશાન ગૃહ ખાતે લાકડાની ઘટ સર્જાતા ડાઉનક્લબ દ્વારા અપીલ કરવામાં આવી હતી જેને લઇને વિરમગામ તાલુકાના ડુમાણા ગામના યુવાનો દ્વારા સવાર-સાંજ લીમડાના લાકડા એકત્ર કરીને સતત સ્મશાન ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યા છે જેમાં વિરમગામ તાલુકાના ડુમાણા ગામના વતની તેમજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન મયુર ભાઈ ચાવડા તેમજ ડુમાણા ગામ ના સરપંચ રતુભાઈ બારડ તેમજ યુવક મંડળ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ડુમાણા ગામ ના યુવાનો દ્વારા આવા કપરા કોરોના આ સમયે મા પણ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તેવા યુવાનો ને સો સો સલામ.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gty9qR
0 Response to "કોરોનાના કપરા કાળમાં ડુમાણાના યુવાનો દ્વારા અનોખો સેવાયજ્ઞ શરૂ"
Post a Comment