જામનગર તાલુકાના 100 ગામોમાં 30મી સુધી સ્વૈચ્છિક લોકડાઉન

જામનગર તાલુકાના 100 ગામોમાં 30મી સુધી સ્વૈચ્છિક લોકડાઉન


- સંક્રમણ વધતા લોકો, વેપારીઓ વળ્યા સ્વયંભૂ બંધ તરફ

- ધ્રોલમાં 7 દિવસનું આંશિક લોકડાઉનઃ હાપા માર્કેટીંગ યાર્ડ શુક્રવારથી 3 દિવસ માટે બંધ

જામનગર : જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ ખૂબ જ વધતું જાય છે જેને લઇને લોકો અને વેપારીઓ સ્વયંભૂ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના ધ્રોલ ટાઉનમાં સાત દિવસ માટેના સ્વૈચ્છિક લોકડાઉન ની ચેમ્બર પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તે જ રીતે જામનગર જિલ્લાના જુદાજુદા ૧૦૦ જેટલા ગામોમાં પણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારથી ત્રણ દિવસ માટે લોક ડાઉનની પણ જાહેરાત કરી દેવાઇ છે.

જામનગર શહેર અને જિલ્લામાં કોરોના તેજ ગતિથી ફેલાઈ રહ્યો છે, જેથી લોકો સમજદારીપૂર્વક સ્વૈચ્છિક નિર્ણય લઇ રહ્યા છે. જેના ભાગરૂપે ધ્રોલમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સાત દિવસ માટેના આંશિક લોક ડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે, અને બપોર પછી તમામ વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની ગઇકાલથી જ અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી, અને ૧૮ એપ્રિલને રવિવાર સુધી ધ્રોલમાં તમામ વેપાર ધંધાઓ બંધ રહેશે, તેવી જાહેરાત કરવામાં આવી છે.

જામનગર તાલુકાના આસપાસના જુદા જુદા ૧૦૦ જેટલા ગામો કે જ્યાં કોરોના ના કેસો જોવા મળી રહ્યા છે. જેથી સ્વૈચ્છિક લોકડાઉન માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જુદા-જુદા ગામોના સરપંચો વગેરે દ્વારા નિર્ણય કરાયો છે, અને આગામી ૩૦મી એપ્રિલ સુધીમાં વેપાર-ધંધા સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે.

અનાજ કરીયાણાની દુકાને સવારે ૬થી ૧૦ અને સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં દૂધ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. જોકે અમુક મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે, તેવી પણ જય રાત થઈ છે. જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડમાં પણ આગામી શુક્રવારથી ત્રણ દિવસ માટે હરરાજી બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ખેડૂતોએ આ દિવસો દરમિયાન પોતાની જણસો લઈને નહીં આવવા માટે અપીલ કરવામાં આવી છે, અને શુક્રવારથી ત્રણ દિવસ માટે હરાજીની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રહેશે, ત્યાર પછી સોમવારથી તમામ પ્રક્રિયાઓ રાબેતા મુજબ શરૂ થશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uSzGLd

0 Response to "જામનગર તાલુકાના 100 ગામોમાં 30મી સુધી સ્વૈચ્છિક લોકડાઉન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel