જિલ્લામાં 24 કલાકમાં કોરોનાથી 15થી વધુ વ્યક્તિના મોતથી ગભરાટ

જિલ્લામાં 24 કલાકમાં કોરોનાથી 15થી વધુ વ્યક્તિના મોતથી ગભરાટ


- મહામારીનું કાળચક્ર ફરી વળતા ફફડાટ

- જો કે વહીવટીતંત્ર માત્ર પાંચ જ મોત ગણાવે છે પોઝિટિવ કેસોનો આંક પણ 55 જ દર્શાવ્યો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાથી મોતનો આંક સતત વધી રહ્યો છે તેમજ બીજી બાજુ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા પણ દરરોજ વધીતી જાય છે ત્યારે બીજી બાજુ સ્થાનીક તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા સાચા આંકડાઓ જાહેર કરવામાં આવતાં નથી જેના કારણે પ્રજાજનો ગંભીરતા રાખતા નથી અને બિંદાસ બજારમાં ફરતાં જણાઈ આવે છે. 

આવી સ્થિતિમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાની સૌથી વધુ શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જીલ્લામાં અંદાજે ૧૫થી વધુ લોકોના કોરોનાથી મોત નીપજ્યાં હતાં.

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ જીલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાયરસની બીજી લહેર ચીંતાજનક સાબીત થઈ છે જેમાં કોરોનાથી લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યાં છે અને મોતનો આંક પણ વધ્યો છે જેમાં જીલ્લામાં ચોવીસ કલાકમાં અંદાજે ૧૫થી વધુ લોકોના કોરોનાથી બિનસત્તાવાર રીતે મોત નીપજ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા કોરોનાથી ૫ વ્યક્તિના મોત થયા હોવાનું જાહેર કર્યું હતું જ્યારે બીજી બાજુ છેલ્લા ચોવીસ કલાકમાં જીલ્લામાં બિનસત્તાવાર રીતે કોરોનાના અંદાજે ૮૦થી વધુ પોઝીટીવ કેસો નોંધાયા હતા. જ્યારે સરકારી ચોપડે માત્ર ૫૫ કેસ જ જાહેર કરવામાં આવ્યાં હતાં કોરોનાથી મૃત્યુ પામેલ તમામ દર્દીઓની ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરવામાં આવી હતી જ્યારે સરકાર ચોપડા મુજબ અત્યાર સુધીમાં જીલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૪૧૬૭ ઉપર પહોંચ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wWmTcy

0 Response to "જિલ્લામાં 24 કલાકમાં કોરોનાથી 15થી વધુ વ્યક્તિના મોતથી ગભરાટ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel