
વિરમગામ શહેર-તાલુકામાં શિવરાત્રિ પર્વની આસ્થાભેર ઉજવણી કરાશે
વિરમગામ : મહાશિવરાત્રિ એટલે આરાધનાનું પર્વ આજે મહાશિવરાત્રિના પર્વને લઈને વિરમગામ શહેરમાં આવેલ સિદ્ધનાથ મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ, હરિહર મહાદેવ, નાગનાથ મહાદેવ, નીલકંઠ મહાદેવ, વિરમગામ શહેરથી ૬ કિ.મી. દૂર આવેલ સુપ્રસિદ્ધ સેરેશ્વર મહાદેવ મંદિરોમાં શિવભક્તો વહેલી સવારથી ઉમટી પડશે અને શિવાલયો હર હ મહાદેવના નારાથી ગૂંજી ઉઠશે.
વિરમગામ શહેરમાં આવેલ શિવાલયોમાંથી વહેલી સવારની આરતી પૂજા અર્ચના કરી ભોળનાથને રીઝવવા યથાશક્તિ પ્રયાસ કરશે. મહાશિવરાત્રિને લઈને મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના, રૂદ્રી, મહાભિષેક અનુષ્ઠાન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે.
મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ભોળાનાથને શેરડીનો રસ, ઘી, દૂધ, દહીં, ભોગ વિગેરેનો શિવભક્તો દ્વારા અભિષેક કરવામાં આવશે. શિવરાત્રિના પવિત્ર દિવસે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શિવજીની શોભાયાત્રા નીકળશે અને વિરમગામ શહેરના રાજમાર્ગ ઉપર ફરશે આ શોભાયાત્રામાં વિરમગામ શહેરની ધર્મપ્રિય જનતા મોટી સંખ્યામાં જોડાશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PVMrpb
0 Response to "વિરમગામ શહેર-તાલુકામાં શિવરાત્રિ પર્વની આસ્થાભેર ઉજવણી કરાશે"
Post a Comment